Grah Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2024 માં 12 રાશિઓનું ભાગ્ય બદલવાનું છે. ગોચર કુંડળી 2024 અનુસાર નવા વર્ષમાં બૃહસ્પતિ, શનિ અને રાહુ વિશેષ ફળદાઈ ગ્રહ સાબિત થશે. નવા વર્ષમાં આ ત્રણ ગ્રહોની સ્થિતિ બદલશે અને તેના કારણે એક દુર્લભ યોગ સર્જાશે. જ્યોતિષ ગણના અનુસાર આ સંયોગ 1000 વર્ષ પછી સર્જાવા જઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બૃહસ્પતિ મે મહિના સુધી મેષ રાશિમાં ગોચર કરશે ત્યારબાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. નવા વર્ષમાં શનિ કુંભ રાશિમાં ગોચર કરશે. કુંભ રાશિમાં ગોચર કરતા શનિ અલગ અલગ સમયે માર્ગી અને વક્રી થશે. રાહુ ગ્રહે ઓક્ટોબર મહિનામાં મીન રાશિમાં પ્રવેશ કર્યો છે અને વર્ષ 2024 માં પણ આ રાશિમાં ગોચર કરશે. આ પ્રકારનો યોગ 1000 વર્ષ પછી સર્જાયો છે. આ યોગના પ્રભાવના કારણે કેટલીક રાશિના લોકોનું જીવન સુધરી જશે. 


આ પણ વાંચો: નવા વર્ષની શરૂઆતથી રોજ આ કામ કરવાનો બનાવી લો નિયમ, દિવસ રાત વધતું રહેશે બેંક બેલેન્સ


મેષ રાશિ


ગ્રહોનો આ સંયોગ મેષ રાશિ માટે શુભ સાબિત થવાનો છે. આ રાશિના જાતકોને વર્ષ 2024 માં અઢળક ધન પ્રાપ્ત થશે અને અટકેલા કામ પૂરા થશે. ફેબ્રુઆરી મહિનાથી મેષ રાશિના લોકોને કારકિર્દીમાં સુધારો થશે. પગાર વધારો અને પ્રમોશન મળી શકે છે. આ વર્ષમાં કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. જાતકોના લગ્ન નક્કી થઈ શકે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.


કુંભ રાશિ


આ રાશિ પર શનિની સાડાસતીનું અંતિમ ચરણ ચાલે છે. આ રાશિના જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે ખાસ કરીને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ રાશિના લોકો પરિવાર સાથે સારો સમય પસાર કરશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લાંબા સમયથી જે બીમારીઓ ચાલી આવતી હતી તે દૂર થશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. આત્મવિશ્વાસ અને સાહસ વધશે.


આ પણ વાંચો: Mangal Gochar 2023: મંગળ ગ્રહ ધન રાશિમાં કરશે પ્રવેશ, 3 રાશિના લોકોની થશે કાયાપલટ


મીન રાશિ


રાહુ આ રાશિના પ્રથમ ભાવમાં રહેશે તેથી આ રાશિના લોકોની નિર્ણય લેવાની ક્ષમતા વધશે. આત્મવિશ્વાસ પણ વધશે અને કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. તમે સરળતાથી કાર્યમાં સફળ થશો. આ વર્ષ દરમિયાન વિદેશ જવાની પ્રબળ સંભાવના છે. નવા વર્ષમાં નાણાકીય લાભ થશે.


આ પણ વાંચો: વર્ષ 2024 શનિ ગોચરની દ્રષ્ટિએ ખાસ, 3 વખત શનિ બદલે ચાલ, 3 રાશિ પર રહેશે શનિ કૃપા


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)