નવી દિલ્હીઃ Horoscope 2023 Prediction: વર્ષ 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષમાં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિથી પાંચ રાશિના જાતકોના જીવનમાં પ્રગતિની સાથે આવકમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. કુંવારાઓને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. જાણો વર્ષ 2023ની સૌથી લક્કી રાશિઓ કઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો માટે નવું વર્ષ શાનદાર રહેવાનું છે. નવા વર્ષના પહેલા મહિના જાન્યુઆરીમાં નવી નોકરી મળી શકે છે. પ્રગતિની રાહ જોઈ રહેલાં જાતકોને ખુશખબર મળી શકે છે. વેપારીઓને લાભ મળશે. પારિવારિક જીવનમાં ખુશી રહેશે. 


2. સિંહ રાશિઃ સિંગ રાશિના જાતકોને નવા વર્ષમાં લાભ મળી શકે છે. વર્ષ 2023માં તમને મોટી સફળતા મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. વેપારીઓને મોટો લાભ થઈ શકે છે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. 


3. તુલા રાશિઃ તુલા રાશિના જાતકોનો ભાગ્યોદય થઈ શકે છે. નવા વર્ષમાં સારા સમાચાર મળી શકે છે. કોઈ મુશ્કેલી હોય તો તેનો અંત થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. પરંતુ નવા વર્ષમાં પૈસાને લઈને સાવચેતી રાખવાની જરૂર છે. પારિવારિક જીવન સારૂ રહેશે. 


આ પણ વાંચોઃ ડિસેમ્બરમાં સૂર્યદેવ કરશે ધન રાશિમાં ગોચર, આ 5 રાશિનું ભાગ્ય ચમકી જશે


4. વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2023નો સમય શાનદાર રહેવાનો છે. આ વર્ષ તેના જીવનમાં પ્રગતિ અને ખુશીઓ લઈને આવી શકે છે. પરંતુ ખર્ચમાં વધારો થશે. નોકરી કરનાર જાતકોના જીવનમાં પ્રગતિ થવાની સંભાવના છે. 


5. કુંભ રાશિઃ વર્ષ 2023માં કુંભ રાશિના લોકોએ આર્થિક મોર્ચો થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, પરંતુ અંતમાં લાભ થશે. જો તમે નાણાકીય બજેટ બનાવ્યું છે તો તમે બેલેન્સ બનાવી શકશો. કરિયર પ્રમાણે આ વર્ષ તમારા માટે શુભ રહેવાનું છે. પરિવારમાં પણ સુખ શાંતિ રહેશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube