Budh Vakri Horoscope: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ બદલે છે અને તેવી જ રીતે સમયે સમયે વક્રી અને માર્ગી થતા હોય છે. જ્યારે ગ્રહની ચાલ બદલાય છે તો તેની અસર પણ દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. કેટલાક લોકોને તેનાથી સારું ફળ મળે છે તો કેટલાક લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. જણાવી દઈએ કે ગ્રહોના રાજકુમાર બુધ 5 ઓગસ્ટ અને સોમવારે સિંહ રાશિમાં વક્રી થયા છે. બુધ ગ્રહના વક્રી થવાથી કેટલીક રાશિના લોકોએ સતર્ક રહેવું પડશે. તો 4 રાશિ એવી પણ છે જેમના માટે હવે પછીના 24 દિવસ ગોલ્ડન પિરિયડ હશે. આ 4 રાશિના લોકો આગામી 24 દિવસ સુધી દિવસ-રાત રૂપિયા ગણશે એટલો ધનલાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધના વક્રી થવાથી આ રાશિઓને થશે લાભ 


આ પણ વાંચો: Trigrahi Yog: આગામી 100 દિવસ 5 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, શનિ સહિત 3 ગ્રહ મહેરબાન


સિંહ રાશિ


ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ સિંહ રાશિમાં જ વક્રી થયા છે જેના કારણે આવનારા 24 દિવસ સિંહ રાશિવાળા લોકો માટે ખૂબ જ ખાસ રહેવાના છે. આ સમય દરમિયાન સિંહ રાશિના લોકોને શુભ સમાચાર મળશે. આ રાશિના લોકો વાણીથી અન્ય લોકોને પ્રભાવિત કરશે. કાર્યક્ષેત્રમાં પ્રશંસા થશે. પ્રમોશન મળવાના પણ પ્રબળ યોગ. વેપારમાં લાભ થશે. 


આ પણ વાંચો: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, જીવનમાં ખુશહાલી માટે રોજ કરો આ 7 સરળ કામ


મિથુન રાશિ 


સૂર્યની રાશિ સિંહમાં બુધ ગ્રહ વક્રી થયા છે જેના કારણે મિથુન રાશિના લોકો માટે પણ સમય અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન આ રાશિવાળા લોકોને ભાગ્ય સાથે આપશે. મિથુન રાશિવાળા લોકોને પ્રમોશન મળે તેવા યોગ છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. ઘર પરિવારમાં ખુશહાલી વધશે. આ સમય દરમિયાન યાત્રા પર જવાના યોગ બનશે. મિત્રો કે સંબંધીઓ તરફથી સારા સમાચાર મળી શકે છે. 


આ પણ વાંચો: શ્રાવણ માસ સાથે શરુ થતું નવું સપ્તાહ મિથુન રાશિવાળા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે


તુલા રાશિ 


બુધની વક્રી ચાલ તુલા રાશિના લોકોને સફળતા અપાવશે. વેપારમાં નફો થશે અને આવક વધવાના યોગ બનતા દેખાશે. રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમય અનુકૂળ. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. પ્રેમ અને વૈવાહિક જીવન માટે અનુકૂળ સમય. 


આ પણ વાંચો: Rajyog: બુધ, શુક્ર, શનિ આવશે આમને-સામને, 3 રાશિવાળાઓ માટે ખુલી જશે કુબેરનો ખજાનો


ધન રાશિ 


ધન રાશિના લોકોને પણ ભાગ્યનો પૂરો સાથ મળશે. કારકિર્દી અને વેપારમાં સફળતા મળવાના યોગ છે. આ સમય દરમિયાન અટકેલા કાર્યોમાં ગતિ આવશે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે. રોકાણથી લાભ થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)