Rashifal Ketu ka Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને માયાવી ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેતુની ચાલનું પણ વિશેષ મહત્વ છે. કેતુ હંમેશા વક્રી ચાલમાં ગોચર કરે છે. વર્તમાનમાં કેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુએ 30 ઓક્ટોબરના દિવસે તુલાથી કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો. કેતુની ચાલ કેટલાક જાતકો પર ભારે પડે છે તો કેટલાક જાતકોના ભાગ્યોદયનું કારણ બને છે. આવો જાણીએ 11 મહિના સુધી કન્યા રાશિમાં બિરાજમાન કેતુ કયાં જાતકોને લાભ આપવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આવનારા 11 મહિનામાં કેતુની ચાલ મેષ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેવામાં મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી થવાની છે. જીવનસાથીની સાથે પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે. તો વેપારમાં તમારે એવી યોજનાઓ બનાવવી જોઈએ, જે લાંબા સમય સુધી તમને લાભ આપે. પરિવારજનો સાથે સમય પસાર થશે.


કર્ક રાશિ
આવનારા 11 મહિના કેતુની સ્થિતિ કર્ક રાશિના જાતકો માટે લાભદાયક માનવામાં આવી રહી છે. આ દરમિયાન કોઈ નવા કાર્યની શરૂઆત કરવી તમારા માટે શુભ રહેશે. ભાઈ-બહેનના સંબંધમાં આવી રહેલી ખટાસ દૂર થવા લાગશે. નાણા સાથે જોડાયેલા મામલા ધીમે-ધીમે હલ થવા લાગશે. પરિવારના લોકો સાથે કોઈ યાત્રાએ જઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન જરૂર રાખો.


આ પણ વાંચોઃ 1 વર્ષ બાદ બુધ પોતાની પ્રિય રાશિ મિથુનમાં કરશે પ્રવેશ, આ જાતકોને મળશે સારા સમાચાર


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે કેતુ ગ્રહનું ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. બિઝનેસમાં કોઈ સારી ડીલ મળી શકે છે. કેતુના શુભ પ્રભાવથી અટવાયેલા કામ થવા લાગશે. ધન આગમનના યોગ પણ બની રહ્યાં છે. તો તમારે ખોટા ખર્ચથી બચવું જોઈએ. તમારા અને તમારા માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તણાવથી દૂર રહો.


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.