નવી દિલ્હીઃ Horoscope Prediction 2023: વર્ષ 2023 શરૂ થવામાં હવે એક મહિના કરતા ઓછો સમય છે. નવા વર્ષને લઈને લોકોના મનમાં સવાલ છે કે આખરે કઈ રાશિઓ માટે તે શુભ સાબિત થશે અને કઈ રાશિએ સાવચેત રહેવાની જરૂર છે. 2023માં મિથુન, તુલા તથા વૃશ્ચિક સહિત ઘણી રાશિના જાતકોને શુભ પરિણામ મળી શકે છે. જ્યોતિષીય ગણના અનુસાર મેષ, વૃષભ, સિંહ અને કન્યા રાશિના જાતકોએ સતર્ક રહેવાની જરૂર છે. જાણો 2023માં કઈ રાશિના લોકો રહે સતર્ક.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો પર વર્ષ 2023માં શનિ, રાહુલ-કેતુની ખરાબ અસર પડશે. આ દરમિયાન વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવશે. સંબંધોમાં અણબનાવની શક્યતા છે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાંથી ધ્યાન ભટકશે.  વાણી પર સંચય રાખવો પડશે. સંબંધોમાં વિવાદ થઈ શકે છે. કોઈ કામમાં સફળતા મેળવવા આકરી મહેનત કરવી પડી શકે છે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. આવેશમાં આવીને કોઈ નિર્ણય ન કરો. 


સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોને 2023માં સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે. આર્થિક મોર્ચા પર તમને અશુભ પ્રભાવ પડશે. દાંપત્ય જીવન પર નેગેટિવ પ્રભાવ પડશે. બિનજરૂરી ખર્ચથી માનસિક તણાવ વધી શકે છે.  કોઈ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. કોઈપણ નિર્ણય લેતા પહેલા વિચાર જરૂર કરો.


કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકોએ 2023માં સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવાની જરૂર છે. નવા વર્ષમાં તમારે ગુપ્ત શત્રુઓનો સામનો કરવો પડી શકે છે. વૈવાહિક જીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. વર્ષની શરૂઆતમાં સ્થિતિ થોડી તણાવપૂર્ણ હોઈ શકે છે. વર્ષ 2023 આર્થિક મોર્ચા પર પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. ખર્ચ વધુ રહેશે. લોન લેવાની સ્થિતિ આવી શકે છે. પરિવારથી અંતર વધી શકે છે. 


આ પણ વાંચોઃ શનિવારે આ વસ્તુ દેખાઇ જાય તો થઇ જશે જીવનની નૈયા પાર, થશે લાભ


મીન રાશિઃ મીન રાશિના જાતકોએ 2023માં સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આર્થિક તંગીની શક્યતા છે. પરિવારના સભ્યો પર ધન ખર્ચ થઈ શકે છે. સંતાન તરફથી માનસિક તણાવ મળી શકે છે. બિનજરૂરી ખર્ચથી મન પરેશાન રહેશે. વર્ષ 2023માં મુશ્કેલી અને સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. વેપાર સાથે જોડાયેલી મુશ્કેલી પણ આવી શકે છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે આ સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube