Shani Nakshatra Parivartan 2024 : જ્યોતિષ શાસ્ત્રમાં કર્મોના દેવતા શનિનું નક્ષત્ર અને રાશિ પરિવર્તન ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2024માં શનિ પોતાની રાશિ પરિવર્તન કરશે નહીં, પરંતુ નક્ષત્ર પરિવર્તન કરશે. જેનો શુભ-અશુભ પ્રભાવ 12 રાશિઓ પર થશે. 24 નવેમ્બર 2023નાા શનિ શતભિષા નક્ષત્રમાં ગોચર કરી ચુક્યા છે. ત્યારબાદ હવે વર્ષ 2024માં 6 એપ્રિલે બપોરે 3 કલાક 55 મિનિટ પર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. જેનો 12 રાશિઓ પર પ્રભાવિત થશે, પરંતુ કેટલાક જાતકોને નક્ષત્ર પરિવર્તનથી શુભ ફળ મળશે. આવો જાણીએ આ રાશિઓ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
શનિનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના જાતકોને બમ્પર લાભ આપશે. જમીન અને વાહન સુખ મળશે. આવકમાં વધારાનો યોગ બનશે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. લાંબા સમયથી અટવાયેલા કાર્ય સફળ થશે. વ્યાવસાયિક લાભ થશે. લગ્ન જીવનમાં  સુખ-શાંતિ બનેલી રહેશે.


વૃષભ રાશિ
પ્રોફેશનલ લાઇફમાં પ્રગતિની નવી તક મળશે. ભૌતિક સુખ મળશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશી આવશે. નોકરી શોધી રહ્યાં છો તો તે ઈચ્છા પૂરી થશે. સારા પેકેજ સાથે નવી જોબની ઓફર મળશે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. આનંદદાયક જીવન પસાર કરશો. વેપારમાં પ્રગતિની નવી તક મળશે.


આ પણ વાંચોઃ આગામી સપ્તાહે ત્રિગ્રહી યોગનો શુભ સંયોગ, બુધ, સૂર્ય અને મંગળ આ 5 જાતકોને અપાવશે લાભ


સિંહ રાશિ
સંબંધોમાં ગેરસમજણ દૂર થશે. લગ્ન સંબંધ મજબૂત બનશે. કારોબારમાં નફો થશે. કરિયરમાં પ્રગતિની નવી તક મળશે. નવી સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. મહેનતનું ફળ મળશે. ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે. દરેક કાર્યોમાં ઈચ્છિત સફળતા મળશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. 


(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube