Horoscope Rashifal: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની યુતિને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની યુતિનો દરેક 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. જેનાથી કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. જુલાઈ મહિનામાં મિથુન રાશિમાં ગ્રહોનો જમાવડો લાગવાનો છે. સૂર્ય, બુધ, શુક્ર મિથુન રાશિમાં બિરાજમાન થશે. સૂર્ય, બુધ, શુક્ર એક રાશિમાં રહેવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે. આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે. આવો જાણીએ સૂર્ય, બુધ, શુક્રના એક રાશિમાં રહેવાથી કયાં જાતકોને ફાયદો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આ દરમિયાન ગુપ્ત શત્રુઓથી મુક્તિ મળશે.
કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે મહેનત કરવી પડી શકે છે, પરંતુ સફળતા મળશે.
પાર્ટનર સાથે સારો સમય પસાર થશે.
ધન લાભ થશે.
પરિવારના સભ્યનો સહયોગ પ્રાપ્ત થશે.


મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ ગોચર લાભકારી રહેશે.
કાર્યક્ષેત્રમાં ઊંચાઈઓ પ્રાપ્ત કરશો.
આવકમાં વધારો થશે.
સુખ-સુવિધામાંથી વધારો થશે અને યાત્રા પર જવાનો પ્લાન બની શકે છે.
આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે.


આ પણ વાંચોઃ આ 4 તારીખે જન્મેલા લોકો પર સૂર્ય દેવ રહે છે મહેરબાન, રાજા સમાન જીવે છે જિંદગી


સિંહ રાશિ
આ દરમિયાન તમારા માન-સન્માનમાં વધારો થશે.
પરિવારની સાથે સારો સમય પસાર થશે.
પાર્ટનર સાથે સંબંધ મધુર થશે.
ગોચર કાળમાં સમસ્યાઓનું સમાધાન મળશે.
સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થશે અને કરિયરમાં પ્રગતિ મળવાનો યોગ બનશે.


ધન રાશિ
આ દરમિયાન તમે જમીન કે વાહન ખરીદી શકો છો.
જમીનમાં રોકાણ કરવાથી સારો ફાયદો મળી શકે છે. 
ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો.
પાર્ટનરની સલાહથી ધનલાભ થઈ શકે છે.
લગ્ન જીવન સુખદ રહેશે.


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.