Raviwar Upay: શાસ્ત્રો અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. તે અનુસાર રવિવારનો દિવસ ગ્રહોના રાજા સૂર્યદેવને સમર્પિત છે. માનવામાં આવે છે કે રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ઉપાયોમાંથી એકદમ સરળ ઉપાય દૂધનો છે.  જો તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો રવિવારના દિવસે દૂધનો આ નાનકડો ઉપાય કરી લેવો. તેનાથી તમારી આર્થિક સમસ્યાઓ અને ગ્રહદોષ દૂર થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રાશિફળ 04 જૂન: વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ છે અતિશુભ, થશે અઢળક લાભ


Shukra Dosh: આ સરળ ઉપાય અને મંત્ર જાપથી શુક્ર દોષ થશે દુર, જીવનમાં મળશે સુખ-સમૃદ્ધિ


Dhan Labh Upay: દુર થશે ધન સંબંધિત દરેક સમસ્યા, એકવાર અજમાવો આ અચૂક ટોટકા


રવિવારના અચૂક ઉપાય


1. જો તમને વેપાર કે નોકરી સંબંધિત સમસ્યાઓ હોય અને તેનાથી છુટકારો મેળવવો હોય તો રવિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો. તેનાથી વેપાર અને નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે.


2. આર્થિક સમસ્યાથી મુક્તિ મેળવવા માટે રવિવારે ચાંદીના ગ્લાસમાં પાણી પીવું જોઈએ તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જો તમારી પાસે ચાંદીનો ગ્લાસ ન હોય તો તમે સામાન્ય ગ્લાસમાં ચાંદી રાખી અને પાણી પી શકો છો.


3. કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત કરવા રવિવારે રાત્રે 1 ગ્લાસ દૂધ તમારા માથા પાસે રાખીને સૂવું. બીજા દિવસે એટલે કે સોમવારે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરી આ દૂધ બાવળના ઝાડમાં ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન થાય છે. 
 
4. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે રવિવારે કપાળ પર ચંદનનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે.  


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)