Dussehra 2023: જલેબી ખાધા વિના દશેરાનો પર્વ રહે છે અધુરો, જાણો ભગવાન રામ સાથે જોડાયેલા કારણ વિશે
Dussehra 2023: દશેરા પર જલેબી ખાવા પાછળ કારણ શું છે તેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. જો કે જલેબીનું નામ આવતા જ લોકોના મોંમાં પાણી આવી જ જાય છે. પરંતુ દશેરા પર તો દરેક વ્યક્તિ જલેબી ખાવાની પ્રથાનું પાલન કરે છે. નાના-મોટા સૌ કોઈ જે જલેબી ખાઈને દશેરા ઉજવે છે. આજે તમને આ પ્રથા પાછળ શું કારણ છે તે પણ જણાવીએ.
Dussehra 2023: વિજયાદશમી એટલે દશેરા પર અધર્મ પર ધર્મની જીત. દેશભરમાં 24 ઓક્ટોબરે દશેરાનો તહેવાર મનાવવામાં આવશે. દશેરાના દિવસે શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. તેથી આ દિવસે લોકો રાવણનું દહન કરીને દુષ્ટતાને દૂર કરે છે. આ દિવસે કેટલીક પરંપરાઓનું પણ પાલન કરવામાં આવે છે, જેમાંથી એક પરંપરા છે જલેબી ખાવાની છે. દશેરા પર દરેક ઘરમાં જલેબી જરૂરથી ખાવામાં આવે છે.
જો કે દશેરા પર જલેબી ખાવા પાછળ કારણ શું છે તેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. જો કે જલેબીનું નામ આવતા જ લોકોના મોંમાં પાણી આવી જ જાય છે. પરંતુ દશેરા પર તો દરેક વ્યક્તિ જલેબી ખાવાની પ્રથાનું પાલન કરે છે. નાના-મોટા સૌ કોઈ જે જલેબી ખાઈને દશેરા ઉજવે છે. આજે તમને આ પ્રથા પાછળ શું કારણ છે તે પણ જણાવીએ.
આ પણ વાંચો:
રાહુનું ગોચર આ લોકોના જીવનમાં મચાવશે હાહાકાર, એક પછી એક સમસ્યાનો કરવો પડશે સામનો
તમારી તિજોરીમાં પણ હોય આ વસ્તુઓ તો તુરંત કરી દેજો બહાર, નહીં તો હંમેશા રહેશો કંગાળ
જાન્યુઆરી 2024 સુધી મેષ સહિત આ રાશિઓએ રહેવું સાવધાન, અસ્ત મંગળ જીવનમાં વધારશે સમસ્યા
શ્રી રામ જ્યારે પ્રસન્ન થતા ત્યારે જલેબી ખાતા
ધાર્મિક માન્યતા અનુસાર જલેબી ભગવાન શ્રી રામને પ્રિય હતી. જ્યારે પણ તેઓ ખુશ થતા ત્યારે જલેબી ખાતા હતા. તેથી દરેશા પર રાવણદહન પછી લોકો જલેબી ખાઈને અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી કરે છે. જ્યારે શ્રી રામે રાવણનો વધ કર્યો ત્યારે લોકોએ શ્રી રામની પ્રિય મીઠાઈથી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. ત્યારથી દશેરા પર શ્રીરામના વિજયને ઉજવવા જલેબી ખાવામાં આવે છે.
જલેબીના જુદા જુદાન નામ
જલેબીને દેશભરના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. જેમકે ઈન્દોરના રાત્રિ બજારોમાં બડે જલેબા, બંગાળની ચનાર જિલ્પી, મધ્યપ્રદેશમાં માવા જાંબી અથવા ખોવા જલેબી, આંધ્રપ્રદેશની ઈમરતી અથવા ઝાંગીરી વગેરે. આ સિવાય ઉત્તર ભારતમાં તે જલેબી તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં તે 'જીલેબી' તરીકે ઓળખાય છે. ગુજરાતમાં પણ તેને જલેબી કહેવાય છે. જો કે આપણા રાજ્યમાં દશેરા પર જલેબી-ફાફડા સાથે ખાવાનો ટ્રેન્ડ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)