Shri Ram Raksha Stotra: 22 જાન્યુઆરી 2024 નો દિવસ ઐતિહાસિક બની જવાનો છે. 500 વર્ષથી રામભક્તને જે સમયની રાહ હતી તે હવે આવી ગયો છે. રામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેમાં ઘણા લોકો એવા છે જે અયોધ્યાના રામ મંદિરે જઈ શકે તેમ નથી. જોકે તમે ઘરે બેઠા પણ ભગવાન શ્રીરામના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તેના માટે ઘરે જ તમે વિશેષ પૂજા કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવવા માટે જો ઘરે તમે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો છો તો તે ખૂબ જ ફળદાયી રહે છે. આ સ્ત્રોતમાં ભગવાન શ્રીરામની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ આ સ્ત્રોતનો પાઠ કરે છે તે વ્યક્તિને ઘણા બધા ફાયદા થાય છે ચાલો તેના વિશે તમને જણાવીએ.


આ પણ વાંચો: Weekly Horoscope:આ અઠવાડિયે રાશિના લોકોને કારર્કિદીમાં મળશે ગ્રોથ, વેપારમાં થશે નફો


ભૂત પ્રેતની બાધા


જો રાત્રે તમને ઊંઘ ન આવતી હોય અને ભૂત પ્રેતનો અનુભવ થતો હોય તો રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. રામ રક્ષા સ્ત્રોત થી અભિમંત્રીત કરેલા પાણીનું સેવન કરવું જોઈએ તેનાથી ફાયદો થાય છે. 


મનોકામના પૂર્તિ


જો તમારી કોઈ મનોકામના અધુરી હોય તો તેને પૂરી કરવા માટે તમે એક દિવસમાં 11 વખત કે 41 વખત રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો છો તો તમારી મનોકામના તુરંત પૂરી થાય છે. આ પાઠ કરવાથી ધન લાભના પણ યોગ સર્જાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે.


આ પણ વાંચો: બેંક બેલેન્સ વધવાનું નામ નથી લેતું ? અજમાવો તજ અને ધાણાના ટોટકા, થઈ જશો માલામાલ


કષ્ટથી મળશે મુક્તિ


જો તમારા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ ચાલતી હોય તો નિયમિત રીતે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાની શરૂઆત કરો. તમારા જીવનની સમસ્યાઓ દૂર થવા લાગશે. આ સાથે જ તમારી કુંડળીમાં જો મંગળનો દોષ હોય તો પણ આ મંત્રનો જાપ કરવો તમારા માટે લાભકારી છે.


આ પણ વાંચો: આળસ છોડી રોજ સવારે કરી લો આ ઉપાય, માં લક્ષ્મી ચાર હાથે વરસાવશે તમારા પર ધન


રામ રક્ષા સ્ત્રોતનું મહત્વ


પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવ એ સ્વયં ઋષિ બુધકૌશિકના સપનામાં આવીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ સંભળાવ્યો હતો. માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ વિધિ વિધાનથી રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરે છે તેની રક્ષા પ્રભુ શ્રીરામ કરે છે. આ પાઠનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિને શત્રુથી પણ મુક્તિ મળે છે.


આ પણ વાંચો: રાત્રે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવાથી થાય છે ચમત્કાર, ધન પ્રાપ્તિના સર્જાય છે યોગ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)