Chanakya Niti: જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આચાર્ય ચાણક્યની નીતિઓનું પાલન કરવું એ શ્રેષ્ઠ માર્ગ કહેવાયો છે. જેમની પાસે રાજકારણ, મુત્સદ્દીગીરી અને અર્થશાસ્ત્રનું જ્ઞાન તો હતું જ પરંતુ જીવનને સુખી બનાવવાનો મંત્ર પણ હતો. તેમણે આવી અનેક નીતિઓ બનાવી, જે આજના આધુનિક યુગમાં પણ ઉપયોગી છે. હાલમાં પણ ઘણા યુવાનો તેમની નીતિઓ પર ચાલીને દરેક મુશ્કેલી સામે લડી રહ્યા છે અને સફળતા મેળવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આચાર્ય ચાણક્ય અનુસાર જો તમે વિવાહિત જીવનમાં ખુશ રહેવા માંગતા હોવ તો કેટલીક વાતો તમારી પત્નીથી પણ છુપાવો. આ એવી વાતો છે જે દરેક પતિએ જાણવી જોઈએ, જેથી તે પોતાની પત્નીને કહેવાની ભૂલ ન કરે. તો આવો અમે તમને જણાવીએ એવી ખાસ વાતો જે તમારી પત્નીથી છુપાવીને રાખવી જોઈએ.


ક્યારેય આવક ન જણાવો..
ચાણક્ય નીતિ અનુસાર પતિએ પોતાની કમાણીની દરેક વાત પત્નીને ન જણાવવી જોઈએ. જોકે પત્નીઓ આવક પ્રમાણે ઘર મેનેજ કરે છે. પરંતુ ઘણી વખત જ્યારે પતિની આવક વધુ હોય છે, ત્યારે તે પોતાને ખર્ચ કરવાથી રોકી શકતી નથી. બિનજરૂરી ખર્ચાઓ વધવા લાગે છે. આવી સ્થિતિમાં સમય આવે ત્યારે પૈસાની અછતનો સામનો કરવો પડે છે.


આ પણ વાંચોઃ 18 મહિના બાદ મંગળ કરશે ચંદ્રના ઘરમાં પ્રવેશ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારો


તમારી નબળાઈ હંમેશાં છુપાવો
આચાર્ય ચાણક્યની નીતિ કહે છે કે પતિએ હંમેશા પોતાની નબળાઈઓ પત્નીથી છુપાવવી જોઈએ. લાગણીઓમાં વહી જઈને પણ વ્યક્તિએ ક્યારેય પોતાની નબળાઈનો ઉલ્લેખ ન કરવો જોઈએ. કારણ કે ક્યારેક પત્ની પતિની નબળાઈનો ફાયદો ઉઠાવીને પોતાનું કામ કરાવી શકે છે. જેના કારણે ઘર અને સમાજમાં અપમાનનો સામનો કરવો પડી શકે છે.


તમારી પત્નીથી પણ દાન ગુપ્ત રાખો
એવું કહેવાય છે કે ગુપ્ત દાન એ મહાન દાન છે. એક હાથે દાન કરો જેથી બીજાને ખબર ન પડે. આ એક સેવાકીય કાર્ય છે અને દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ દાન કરે છે. આવી સ્થિતિમાં આચાર્ય ચાણક્યએ પત્નીથી પણ દાનની માહિતી છુપાવવાની સલાહ આપી છે. કારણ કે તમારી પત્નીને દાન વિશે જણાવવાથી પણ તેનું મહત્વ ઘટી શકે છે. આ સાથે તમે  ક્યારેક એને ખોટો ખર્ચ ન કરવાની સલાહ આપશો તો એ તમને આ દાનની વિગતો જણાવી તમારી સારી બાબતનો પણ ફાયદો ઉઠાવશે.


આ પણ વાંચોઃ દિવાળી બાદ શુક્ર-શનિની બનશે યુતિ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, થશે લાભ


અપમાન વિશે કહો નહીં
ચાણક્ય નીતિ અનુસાર, પતિએ પોતાની પત્નીને ભૂલથી પણ પોતાના અપમાન વિશે ન જણાવવું જોઈએ. કારણ કે કોઈ પણ પત્ની પોતાના પતિનું અપમાન સહન કરી શકતી નથી. પછી તેને બદલો લીધા વિના શાંતિ મળતી નથી. જેના કારણે અવારનવાર વિવાદ વધે છે. તેથી, તમારી પત્નીને અપમાન અથવા ઝઘડા વિશે ક્યારેય ના કહો. એવું પણ બને કે એ તમારી નબળી આ કડીનો કાયમ માટે ઝઘડા સમયે ઉપયોગ પણ કરી શકે છે.