નવી દિલ્લીઃ રાજા દશરથ જ્યારે રાણી કૈકયીને મળવા કોપભવનમાં પહોંચ્યા, ત્યારે કૈકયી જમીન પર નીચે પડેલી જોવા મળ્યા હતા. રાણી કૈકયીના ઘરેણા પણ વેરવિખેર થયેલા પડ્યા હતા. મહારાજા દશરથે રાણી કૈકયીને સમજાવ્યા હતા, અને છેલ્લે ભગવાન રામના સૌગંદ ખાઈને કહ્યું કે, જો તમારા દુશમન દેવતા છે, તો તેમનો પણ મારા હાથથી ખાતમો નક્કી છે.  દાસી મંથરાની સલાહ પર રાણી કૈકયી કોપભવનમાં પહોંચ્યા હતા. તો બીજી તરફ સાંજના સમયે રાજા દશરથ આહલાદક વાતાવરણમાં મહેલ તરફ નીકળ્યા, ત્યાં તેમને જાણવા મળ્યુ કે, રાણી કૈકયી કોપભવનમાં પહોંચ્યા છે. કોપભવનનું નામ સાંભળીને જ રાજા દશરથ ચોંકી ઉઠ્યા હતા. ભયભીત થઈને રાજા દશરથ રાણી કૈકયી પાસે પહોંચ્યા હતા.  રાણીની હાલત જોઈને રાજાને દુઃખ થયુ. રાજાએ જોયુ કે, રાણી કૈકયી જમીન પર નીચે બેસી રહ્યા છે. અને તેમણે પોતાના તમામ આભૂષણ પણ ફેંકી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજા દશરથે પૂછ્યું કારણ-
રાજા દશરથ ધીરે ધીરે રાણી કૈકયી પાસે પહોંચ્યા હતા. અને જમીન પર બેસીને તેમણે રાણીથી પૂછ્યુ કે, તમે નારાજ કેમ છો?. તેમણે પોતાના હાથ રાણી કૈકયી તરફ કરતા તેઓ વધુ ગુસ્સે ભરાયા હતા. 


આ નામથી કર્યુ સંબોધન-
ગોસ્વામી તુલસીદાસ જી રામ ચરિત માનસમાં લખે છે કે, રાજાએ પ્રાણપ્રિયે, સુમુખી,સુલોચની, કોકિલબયની,ગજગામિનિ સહિતના નામથી રાણી કૈકયીને બોલાવ્યા હતા. અને તેમની પાસેથી પોતાની નારાજગીનું કારણ પૂછ્યું હતું. રાજા દશરથે કહ્યું કે, ક્યા કંગાલને રાજા બનાવી દઉ,અને ક્યાં રાજાને દેશથી બહાર કાઢી દઉં.


દેવતાઓનો પણ ખાતમો થશે-
મહારાજા દશરથે કૈકયીથી કહ્યું કે,જો તમારો દુશમન કોઈ દેવતા છે તો તેમને પણ મારી નાખીશ. ત્યાર બાદ રાજા દશરથે કહ્યું કે, હે સુંદરી તમે મારો સ્વભાવ તો જાણો જ છો, હું હમેશા મારું મન તમારા ચંદ્રમુખી ચેહરાને જોતો જ રહે છે. 


ભગવાન રામના ખાધા હતા સૌગંદ-
રાજા દશરથે કહ્યું કે, મારી પ્રજા, પરિવારજન, સંપત્તિ, દીકરા અને મારો જીવ પણ તમારો જ છે. તેમણે ભગવાન રામના સૌગંદ ખાઈને કહ્યું કે, તમે રાજી-ખુશીથી જે ઈચ્છો છો તે માગી શકો છો. પોતાના શરીરને આભૂષણથી રંગી શકો છો. અને તમે આ અવસરને સમજીને પોતાના આ વેશને ત્યાગ કરો. આ સાંભળીને રાણી કૈકયી મુસ્કરાઈને ઉઠે છે, અને પોતાના આભૂષણ પહેરી લે છે