Peepal Ke Totke: હિન્દુ ધર્મમાં પીપળા સહિતના ઝાડનું ધાર્મિક મહત્વ છે. વિશેષ તહેવારો પર આ ઝાડને પૂજા પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. ખાસ કરીને પીપળાના ઝાડને તો અતિ પવિત્ર અને ચમત્કારી ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં પીપળાના ઝાડ સંબંધિત કેટલાક ઉપાયોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે જે ખૂબ જ ચમત્કારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીપળાના ઝાડ સંબંધિત આ ઉપાય કરવાથી વ્યક્તિની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના ઝાડ તેમજ તેના પાન સંબંધિત આ ઉપાય કરી શકાય છે.


પીપળાના ઝાડના ચમત્કારી ઉપાય


આ પણ વાંચો:


2024 સુધી વૃષભ સહિત આ 3 રાશિઓ માટે સમય અતિશુભ, રૂપિયા અને સોના-ચાંદીના થશે ઢગલા


જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને લગાવો આ 6 વસ્તુઓનો ભોગ, 56 ભોગ કર્યા સમાન ફળ પ્રાપ્ત થશે


આજે રાત સુધીમાં કરી લો આ ઉપાય, શ્રીકૃષ્ણની કૃપાથી મળશે પ્રેમ, પૈસો અને પ્રસિદ્ધિ


1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંદિરમાં આવેલા પીપળામાંથી એક પાન તોડી તેને ગંગાજળ થી સાફ કરી લેવું. હવે તેના ઉપર ચપટી હળદર લગાડીને માતા લક્ષ્મીના ચરણોમાં ચઢાવો. સતત સાત દિવસ સુધી આમ કરવાથી ઘરમાં ધનની આવક વધવા લાગશે.


2. જો તમે સારી નોકરી શોધી રહ્યા હોય અને તમારું કામ બનતું ન હોય તો પીપળાના 11 પાન લઈ તેના ઉપર ચંદન થી શ્રીરામ લખો. હવે આ પાનને હનુમાનજીના ચરણોમાં ચડાવો. સાથે જ નોકરીમાં સફળતા મળે તેવી પ્રાર્થના કરો. આમ કરવાથી નોકરીના શુભ સમાચાર જલ્દી મળશે


3. જો કોઈ વ્યક્તિ ઉપર કરજ વધી ગયું હોય  તો પીપળાના પાન ઉપર સિંદૂર અને ચમેલીનું તેલ લગાડવું. હવે આ પાન હનુમાનજીના મંદિરમાં તેમના ચરણોમાં મુકો અને પછી હનુમાન ચાલીસા કરો. ત્યાર પછી પાનમાંથી સિંદુર લઈને પોતાના કપાળે તિલક કરો. આ ઉપાય કરવાથી કરજથી જલ્દી મુક્તિ મળે છે.


4. જો તમારા જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવતી જ રહેતી હોય તો રવિવારે સાંજે પીપળાના પાનમાં પોતાના મનની ઈચ્છા લખી નદીમાં પ્રવાહિત કરી દો. આમ કરવાથી મનની ઈચ્છા પૂરી થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)