Neem Karoli Baba: મોટાભાગના લોકો ઈચ્છે છે કે તેમના જીવનમાં તેઓ ઘણા પૈસા કમાય અને પરિવાર સાથે સુખ, સમૃદ્ધિ ભર્યું જીવન જીવે. કારણ કે આજના સમયમાં પૈસા વિના મોજશોખ પુરા થઈ શકતા નથી. જીવન ગુજરાન ચલાવવા માટે પણ ધનની જરૂર પડે છે. તેમાં પણ જો શાંતિથી જીવન જીવવું હોય તો મહેનત પણ વધારે કરવી પડે.  પરંતુ ઘણા લોકો સખત મહેનત કરે તો પણ તેઓ કંગાળ હાલતમાં જ રહે છે. પૈસા તેમની પાસે ટકતા નથી. અને ઘણા તો એવા હોય છે જેમના હાથમાં પૈસા આવતા જ નથી. આવા લોકો માટે નીમ કરોલી બાબાએ 3 ઉપાયો જણાવ્યા છે. આ ત્રણ ઉપાય વ્યક્તિને ધનવાન બનાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો :


વર્ષ 2023 નું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે થશે, જાણો કઈ રાશિ પર તેની શું અસર થશે ?


આ રાશિ માટે વર્ષોથી બંધ કિસ્મતના તાળાં ખોલશે 'શનિ'ની રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ


Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર આ 4 રાશિના લોકો થશે માલામાલ, સર્જાશે આ ખાસ યોગ


1. નીમ કરોલી બાબાના સિદ્ધાંત અનુસાર અમીર વ્યક્તિ એ નથી જે જીવનમાં અઢળક ધન પ્રાપ્ત કરે. ધનવાન એ વ્યક્તિ છે જે કમાયેલા ધનને યોગ્ય રીતે ઉપયોગ કરવાનું જાણે. એટલે કે ધનનો સાચી રીતે ઉપયોગ કરનાર વ્યક્તિ ધનવાન છે. આ ઉપરાંત બાબા કહે છે કે ધનનો ઉપયોગ બીજાની મદદ માટે કરવો જોઈએ.


2. ધન ત્યારે જ કોઈ વ્યક્તિ પાસે આવે છે જ્યારે તે તેને ખર્ચ કરે છે. એટલે કે જો તમે ધનનો સંગ્રહ કરવા ઈચ્છો તો ધન તમારી પાસે આવતું નથી. ધનને બચાવવાનો જેટલો પ્રયત્ન કરશો એટલું ધન તમારાથી દુર જશે અને એક દિવસ તમે કંગાળ થઈ જશો. તેથી ધનવાન બનવું હોય તો ધનને યોગ્ય જગ્યાએ ખર્ચ પણ કરો.


3. સાથે જ એ વ્યક્તિ ગરીબ નથી જેના ચરિત્રમાં, વ્યવહારમાં ઈશ્વર પ્રત્યે આસ્થા હોય છે. જે વ્યક્તિ પાસે આ ગુણ હોય છે તે સૌથી વધુ ધનવાન છે. નીમ કરોલી બાબા ચરિત્ર, વ્યવહાર અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોવાને સૌથી મોટું ધન માનતા હતા. આ ગુણ હોય તેની પાસે માતા લક્ષ્મી હંમેશા રહે છે.