Benefits of Feeding Dogs in Astrology: આમ તો અનેક લોકોને ઘરમાં શ્વાનને પાળવાનું પસંદ પડે છે. લોકો ઘરમાં તેની દેખભાળ કરે છે. હિન્દુ ધર્મની વાત કરવામાં આવે તો શ્વાનને શુભ માનવામાં આવે છે. તેને ભગવાન ભૈરવનું વાહન માનવામાં આવે છે. અનેકવાર જ્યોતિષ લોકોને કાળા શ્વાનને રોટલી ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. લોકો આવું કરે તો છે પરંતુ તેની પાછળના કારણની તેમને ખબર હોતી નથી. મોટાભાગના લોકો જે કાળા શ્વાનને રોટલી ખવડાવે છે તેમને તેની પાછળનું કારણ જ ખબર નથી હોતી તો આવામાં આજે અમે તેમને તેની પાછળનું કારણ જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ કેતુનું પ્રતિક
શ્વાન શનિ અને કેતુનું પ્રતિક પણ મનાય છે. જેમની કુંડળીમાં શનિ અને કેતુની દશા ઠીક હોતી નથી તેમણએ કાળિયા શ્વાનને રોટલી ખવડાવવી જોઈએ. આમ કરવાથી શનિ-કેતુનો અશુભ પ્રભાવ  ખતમ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને પૈસાનું આગમન થાય છે. 


કાળ ભૈરવ
આ ઉપરાંત કાળા શ્વાનને રોટલી ખવડાવવાથી કાળ ભૈરવ પ્રસન્ન થાય છે એવું મનાય છે. જેનાથી આકસ્મિક મૃત્યુનું જોખમ ટળે છે. કાળ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે પણ કાળા શ્વાનને પાળવો જોઈએ. આમ ન કરવાની સ્થિતિમાં જ્યાં પણ કાળો કૂતરો હોય તેને તે દિવસે રોટલી  ખવડાવવી જોઈએ. 


નકારાત્મક શક્તિઓ
સંતાન સુખ ઈચ્છતા લોકોએ શ્વાન પાળવા જોઈએ. સંતાનના સારા સ્વાસ્થ્ય માટે પણ શ્વાન પાળવાની સલાહ આપવામાં આવે છે. કરજથી મુક્તિ મેળવવા માટે પણ શ્વાનને રોટલી ખવડાવવાનું શુભ માનવામાં આવે છે. જ્યારે શ્વાનને ઘરમાં પાળવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પણ પ્રવેશી શકતી નથી એવું મનાય છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube