Black Thread: તમે ઘણા લોકોને જોયા હશે જેના પગમાં કાળો દોરો બાંધેલો હોય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પગમાં કાળો દોરો બાંધવાથી ખરાબ નજર લાગતી નથી. એવી માન્યતા છે કે કાળો દોરો બાંધવાથી નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર રહે છે. જોકે આ એક વાતને ધ્યાનમાં રાખીને લોકો કાળો દોરો બાંધવાના નિયમોને પણ ધ્યાનમાં લેતા નથી. જેના કારણે કાળો દોરો બાંધવાથી લાભ પણ મળતો નથી. આજે તમને જણાવીએ કાળો દોરો બાંધવાના કેટલાક નિયમો વિશે. આ નિયમોનું ધ્યાન રાખીને જ હંમેશા કાળો દોરો બાંધવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે પગમાં બાંધવો કાળો દોરો ? 


આ પણ વાંચો:


શુક્રવારે જે કરે આ કામ તેના ઘર પર હંમેશા રહે છે માં લક્ષ્મીના આશીર્વાદ


Pradosh Vrat: 1 જુલાઈએ શનિ પ્રદોષ વ્રત, આ ઉપાય કરવાથી શનિ સંબંધિત સમસ્યા થશે દુર


અમરનાથ યાત્રા પર જવાના હોય તેણે અત્યારથી રોજ ચાલવું 5 કિમી, માર્ગદર્શિકા જાહેર


જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો રંગ ભગવાન શનિને સમર્પિત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પગમાં કાળો દોરો બાંધવાથી શનિદોષ ઓછો થાય છે. પરંતુ જ્યોતિષ નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે કાળો દોરો બાંધો તે પહેલા તેમાં નવ ગાંઠ વાળવી જોઈએ. અન્ય એક વસ્તુનું ધ્યાન એ પણ રાખવું જોઈએ કે જ્યાં પણ તમે કાળો દોરો બાંધો ત્યાં તેના સિવાય અન્ય કોઈ વસ્તુ બાંધવી નહીં.


જ્યારે પણ કાળો દોરો બાંધો ત્યારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જરૂરી છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી કાળા દોરાનું પ્રભાવ વધી જાય છે. દોરો બાંધ્યા પછી પણ નિયમિત એક સમયે ગાયત્રી મંત્રનો જાપ જરૂરથી કરી લેવો. 


જો નાના બાળકોને વારંવાર નજર લાગતી હોય અને તે બીમાર પડી જતા હોય તો તેને કાળો દોરો બાંધવો જોઈએ. તેના પગમાં કાળો દોરો બાંધવાથી તે ખરાબ નજરથી બચી જાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)