Rudraksha: આ વાતનું ધ્યાન રાખી શકો તો જ પહેરવો રુદ્રાક્ષ, નહીં તો ધનોતપનોત નીકળી જતા વાર નહીં લાગે
Rules For Rudraksha: રુદ્રાક્ષ ધારણ કરવાથી એક નહીં અનેક લાભ થાય છે. પરંતુ રુદ્રાક્ષ ધારણ કરવાના કેટલાક નિયમો છે. રુદ્રાક્ષ ધારણ કરી આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિનું ધનોતપનોત નીકળી જાય છે.
Rules For Rudraksha: રુદ્રાક્ષ ભગવાન શિવને પ્રિય છે. રુદ્રાક્ષ એક શક્તિશાળી વસ્તુ છે. રુદ્રાક્ષને શિવભક્ત ગળામાં અને હાથમાં ધારણ કરતા હોય છે. ઘણા લોકો રુદ્રાક્ષને માત્ર શોખ ખાતર ધારણ કરી લે છે. આ સ્થિતિમાં તેઓ રુદ્રાક્ષ સંબંધિત નિયમોનું પાલન કરતા નથી જેના કારણે રુદ્રાક્ષ ધારણ કરવાથી થતા ફાયદા મળવાને બદલે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ સર્જવા લાગે છે.
શાસ્ત્ર અનુસાર જો રુદ્રાક્ષને યોગ્ય રીતે અને નિયમ અનુસાર ધારણ કરવામાં આવે તો વ્યક્તિને માનસિક શાંતિથી લઈને શિવજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ શકે છે. તેનાથી વિરુદ્ધ રુદ્રાક્ષ ધારણ કરીને લોકો ન કરવાના કામ કરે તો તેનું ધનોતપનોત પણ નીકળી જાય છે. રુદ્રાક્ષની સાચી શક્તિનો અનુભવ કરવો હોય તો કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.
આ પણ વાંચો: Rajyog 2024: 3 પાવરફુલ ગ્રહોએ બનાવ્યો મૂળ ત્રિકોણ રાજયોગ, 5 રાશિઓનું ભાગ્ય ચમકશે
રુદ્રાક્ષ ધારણ કરી ન જવું આ જગ્યાઓએ
- રુદ્રાક્ષ ધારણ કરીને ક્યારેય કોઈનું મૃત્યુ થયું હોય તે જગ્યાએ જવું નહીં. આવી જગ્યાએ જવું હોય અથવા તો સ્મશાનમાં જવાનું થાય તો રુદ્રાક્ષ ઉતારી દેવો જોઈએ. શોક સભામાં જવાનું થાય તો પણ રુદ્રાક્ષ ઉતારી દેવો જોઈએ.
- રુદ્રાક્ષ ધારણ કરીને માંસ, મદિરાનું સેવન કરવાની ભૂલ ક્યારેય ન કરવી. રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તો એવી જગ્યાએ પણ ન જવું જ્યાં માસ ખવાતું હોય અથવા મદિરાનાનું સેવન થતું હોય. તેનાથી ધારણ કરેલો રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે અને તે નુકસાન કરે છે.
આ પણ વાંચો: Shani Margi 2024: શનિ માર્ગી થઈ બનાવશે શશ રાજયોગ, 5 રાશિઓ થશે માલામાલ, છલકાશે તિજોરી
- ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય તો કેટલાક સમય સુધી સૂતક કાળ લાગે છે આ સમય દરમિયાન પણ રુદ્રાક્ષ ધારણ કરવો વર્જિત છે. કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય અને તેના કોઈ કાર્યક્રમમાં જવાનું થાય તો પણ રુદ્રાક્ષ ઉતારીને જવું.
- પથારીમાં સુતા પહેલા રુદ્રાક્ષ હંમેશા ઉતારી દેવો. સૂતી વખતે માણસનું શરીર અશુદ્ધ હોય છે આ સમયે રુદ્રાક્ષ પહેરી રાખવો સૌથી ખરાબ છે. રાત્રે સુતા પહેલા રુદ્રાક્ષ ઉતારી દેવો અને સવારે સ્નાન કર્યા પછી જ રુદ્રાક્ષ અને ધારણ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)