નવી દિલ્હીઃ Guru Shani Rashi Parivartan 2024: વર્ષ 2024માં ગ્રહોનું રાશિ પરિવર્તન ખુબ ખાસ રહેવાનું છે.  એક તરફ વર્ષ 2024માં શનિ કોઈ પરિવર્તન નહીં કરે તો ગુરૂ મેમાં મેષ રાશિથી વૃષભ રાશિમાં પ્રસ્થાન કરશે. શનિ હાલ કુંભ રાશિમાં છે અને આવતા વર્ષે પણ કુંભ રાશિમાં રહેશે. શનિ અત્યારે માર્ગી ચાલ ચાલી રહ્યાં છે. ગુરૂ 16 મેએ બપોરે 1.20 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂના આવવાથી પ્રેમ, લગ્ન, ધન, ધૈર્ય, વફાદારી જેવી વસ્તીઓનો પ્રભાવ આ રાશિઓમાં જોવા મળશે. આવો જાણીએ વર્ષ 2024માં શનિ અને ગુરૂને કારણે કયાં જાતકો પર પ્રભાવ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ માટે આ સમય સારો હશે, કારણ કે ગુરૂ તમારી રાશિમાં આવશે. જે કામ અટવાયેલા છે, તે પૂરા થવાના શરૂ થઈ જશે. નવો બિઝનેસ કે આવકનો નવો સ્ત્રોત ખુલી શકે છે. તમારા સંબંધો સુધરશે. રિલેશનશિપમાં તમારા પ્રયાસોને સફળતા મળશે. 


સિંહ રાશિ માટે ગુરૂનું રાશિ પરિવર્તન સારૂ રહેશે. કરિયરની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે સારૂ રહેશે. ગુરૂ તમને કરિયરમાં ઘણી તક આપશે. તમે આ સમયમાં જે શીખ્યું છે તે તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે. દરેક પ્રકારથી તમને લાભ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ વર્ષ 2024ની શરૂઆત પહેલા જ આ લોકોનું કિસ્મત ચમકી જશે, મળશે મોટી ખુશખબરી!


કુંભ રાશિના જાતકો માટે પણ આ સમય સારો રહેશે. શનિ તમારા માટે લાભની તક લાવી રહ્યાં છે. તેથી આ રાશિના જાતકો આ સમયમાં સારા લાભની આશા કરી શકે છે. ગુરૂ તથા શનિ ગ્રહ તમારા જીવનમાં ભાગ્ય તથા સફળતા લાવી રહ્યાં છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube