Samsaptak Yog 2023 Effects on Zodiac: વૈદિક શાસ્ત્ર મુજબ સૂર્ય દેવ ગ્રહોના રાજા છે અને શનિ દેવ ન્યાયના દેવતા છે. બંને વચ્ચે પિતા પુત્રનો સંબંધ છે પરંતુ આમ છતાં બંને વચ્ચે સંબંધ શત્રુતાપૂર્ણ રહે છે. હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ અને શનિ દેવ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે. આ સ્થિતિના કારણે બંને ગ્રહ હાલ એકબીજાથી સાતમાં ઘરમાં હાજર છે. તેમના આ પ્રકારે આમને સામને હોવાથી સમસપ્તક યોગ બની રહ્યો છે. કેટલીક રાશિઓ માટે આ સ્થિતિ નુકસાનકારક રહે છે પરંતુ 3 રાશિઓ એવી છે કે જેમને આ સમયે બંપર લાભ કરાવશે. જાણો કઈ રાશિ ભાગ્યશાળી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ રાશિ
સમસપ્તક યોગ બનવાથી સૌથી વધુ લાભ સિંહ રાશિના જાતકોને થવા જઈ રહ્યો છે. આ દરમિયાન નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. તેમને ઈન્ક્રીમેન્ટની સાથે પ્રમોશનનો પણ યોગ છે. તેમના લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. 


કર્ક રાશિ
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. પૈતૃક સંપત્તિનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે શુભ સમય રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. જૂના સંબંધીઓને મળવાનું થઈ શકે છે. 


મેષ રાશિ
આ રાશિના જાતકોને સમસપ્તક યોગ બનવાથી કરિયરમાં ફાયદો થવાનો છે. તેમના વેતનભથ્થામાં સારો એવો વધારો થઈ શકે છે. રોકાણ કરવા માટે ઉત્તમ સમય છે. જીવનસાથી સાથે સંબંધ મધુર બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. સંતાન  તરફથી ખુશખબરી મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube