Samsaptak Yog 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર અલગ અલગ સમયે જ્યારે ગ્રહો રાશિ બદલે છે તો કેટલીક વખત બે ગ્રહોની યુતિ પણ સર્જાતી હોય છે. જ્યારે બે શક્તિશાળી ગ્રહો વિશેષ સ્થિતિમાં હોય ત્યારે રાજયોગનું નિર્માણ પણ થતું હોય છે. બે ગ્રહોના કારણે સર્જાતા આવા યોગની અસર લોકોના જીવનની સાથે દેશ-દુનિયા પર પણ જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Powerful Mantras: આ છે 5 સૌથી શક્તિશાળી મંત્ર, જાપ કરનાર પર વરસે છે ધન અને સમૃદ્ધિ


હાલની સ્થિતિની વાત કરીએ તો શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં ગોચર કરે છે અને સૂર્ય 16 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનથી સૂર્ય અને શનિ એકબીજાથી 180 ડિગ્રી પર ઉપસ્થિત હશે. જેના કારણે સમસપ્તક યોગ સર્જાશે. આ યોગના પ્રભાવથી કેટલીક રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થશે. જણાવી દઈએ કે સૂર્ય અને શનિનો આ સમસપ્તક યોગ 30 વર્ષ પછી સર્જાશે. જેના કારણે 3 રાશિના લોકોને આજ સુધી ન મળ્યો હોય તેવો લાભ કારકિર્દી અને વેપારમાં થશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે ત્રણ લકી રાશિ.


સમસપ્તક યોગથી 3 રાશિને થશે લાભ


આ પણ વાંચો: Budh Gochar 2024: 5 ઓગસ્ટથી વક્રી બુધ ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, અચાનક થશે આર્થિક લાભ


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકો માટે સમસપ્તક યોગ ફળદાયી સિદ્ધ થશે. આ સમય દરમિયાન નફામાં જબરદસ્ત વધારો થશે. આવકના નવા સોર્સ સર્જાશે. મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળશે. લોકપ્રિયતામાં વધારો થશે. નોકરી શોધતા લોકોને નવી નોકરી મળી શકે છે. ચાલુ નોકરીમાં ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા સાંભળવા મળશે. વેપારનો વિસ્તાર થશે. ઓગસ્ટ મહિનામાં જબરદસ્ત ધનલાભ થઈ શકે છે. 


આ પણ વાંચો: 29 જુલાઈ થી 4 ઓગસ્ટ સુધીના દિવસો કઈ કઈ રાશિ માટે છે શુભ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ


મકર રાશિ 


મકર રાશિના લોકો માટે પણ સમસપ્તક યોગ લાભદાયક સિદ્ધ થશે. આ સમય દરમિયાન અચાનક ધન લાભ થશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. વાણીથી લોકોને પ્રભાવિત કરવામાં સફળતા મળશે. વેપારીઓ પોતાની વાણીના દમ પર મોટી ડીલ મેળવી શકે છે. આ સમય દરમિયાન ધનની આવક વધશે અને બચત કરવામાં સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન થવાના પ્રબળ યોગ સર્જાશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. 


આ પણ વાંચો: Shani Dev: 4 રાશિઓ છે શનિ દેવને અતિ પ્રિય, આ રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે શનિદેવ


કુંભ રાશિ 


સમસપ્તક યોગ કુંભ રાશિના લોકો માટે પણ શુભ રહેશે. ઓગસ્ટ મહિનાથી આ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થશે. વ્યક્તિત્વ સુધરશે. ધન સંપત્તિથી લાભ થશે. નવું વાહન કે ઘર ખરીદી શકો છો. વૈવાહિક જીવન શાનદાર રહેશે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. નોકરી શોધતા લોકોને નોકરી મળી શકે છે. પાર્ટનરશીપથી લાભ થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)