Shani Mangal Yuti 2023: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને મહત્વપૂર્ણ ઘટના ગણવામાં આવી છે. તેવી જ રીતે ગ્રહોના રાશિ પરિવર્તનથી જે યુવતી સર્જાય છે તેનું પણ ખૂબ જ મહત્વ હોય છે. જ્યારે બે પ્રભાવશાળી કે શત્રુ ગ્રહ ખાસ પ્રકારની યુવતી સર્જે છે તો તેની સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની અસર દરેક વ્યક્તિના જીવન પર થાય છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ આવી એક અતિ અશુભ યુતિ સર્જાવા જઈ રહી છે. 1 જુલાઈ 2023 ના દિવસે મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં હશે. જેના કારણે મંગળ અને શનિની યુતિ સર્જાશે અને સમસપ્તક યોગનું નિર્માણ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમસપ્તક યોગ આમ તો શુભ યોગ માનવામાં આવે છે પરંતુ શુભ-અશુભ ગ્રહોની યુતિના કારણે તેનો નકારાત્મક પ્રભાવ પણ જોવા મળે છે. આવો જ નકારાત્મક પ્રભાવ કેટલીક રાશિના લોકો પર 1 જુલાઈથી જોવા મળશે. આ રાશિના લોકોએ શનિ મંગળની યુતિ દરમિયાન સતર્ક રહેવું જરૂરી છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ રાશિ છે જેમના માટે એક જુલાઈથી સમય કષ્ટકારી રહેવાનો છે.


આ પણ વાંચો:


Vakri Shukra 2023: જુલાઈ મહિનામાં શુક્ર થશે વક્રી, આ રાશિઓને મળશે બેશુમાર ધન


Rahu-Ketu: રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન, આ 5 રાશિના લોકો રાતોરાત બનશે કરોડપતિ


આ રાશિના યુવકોના નસીબ હોય છે અંબાણી-અદાણી જેવા, આસપાસ હોય તો પહેલા પ્રપોઝ કરજો



કર્ક રાશિ


કર્ક રાશિના લોકોએ સમસપ્તક યોગમાં સાવધાન રહેવાની જરૂર પડશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ રાશિના લોકોએ વાણી પર કાબુ રાખવો અને વિવાદથી બચવું. વાણી પર સંયમ ન રાખવાથી માતા સાથે સંબંધ બગડી શકે છે.



મેષ રાશિ


સમસપ્તક યોગના કારણે મેષ રાશિના લોકોને પણ પ્રતિકૂળ પ્રભાવ સહન કરવો પડી શકે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. દાંપત્ય જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે. આ સમય દરમિયાન યાત્રા કરવાથી બચવું અને રોકાણ કરવાનું પણ ટાળવું.



મકર રાશિ


મકર રાશિના લોકોએ પણ આ સમય દરમિયાન સાવધાન રહેવું પડશે. જો કાર્યક્ષેત્રમાં બેદરકારી રાખવામાં આવશે તો મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. ઘર પરિવારમાં વિવાદ થઈ શકે છે. આ સમય દરમિયાન વેપાર ઉપર પણ પ્રભાવ પડશે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)