તમે ગણેશ ભગવાનમાં માનો છો તો આજે તમારા માટે સૌથી મોટો દિવસ છે. ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે આજે ઉત્તમ દિવસ છે. પોષ વદ ચોથ હોવાથી અંગારકી સંકષ્ટ ચતુર્થીની તિથિ બને છે. આ દિવસ ૨૧ ચોથ કર્યાનું ફળ આપે છે. આજે રાત્રે ૯ઃ૦૯ના ચંદ્રોદય છે. આ બાદ લોકો પોતાનું વ્રત તોડતાં હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિક્રમ સંવત ૨૦૭૯માં આ એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. જેનો તમ લાભ લઈ શકો છો. શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી લાંબા સમયથી અટકેલા કાર્યો નિવધ્ને પૂર્ણ થાય છે.આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ, શ્રીસંકષ્ટનાશન ગણપતિ સ્તોત્રનું પઠન પણ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. સાથે જ આ દિવસે ગણેશયાગનું ભક્તિ-ભાવપૂર્વક અનુાન કરવાથી પણ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.


ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે, તમામ કાર્ય સિદ્ધ થાય છે. ધન-ધાન્ય, સંતાનસુખ, સમૃદ્ધિ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે.   આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. ૨૧, ૫૧ કે ૧૦૮ વખત ગણેશજીનાં મંત્રનો જાપ પણ કરવામાં આવે છે. અંગારકી સંકષ્ટ ચતુર્થી નિમિત્તે આજે વહેલી સવારથી ગણેશ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે.


મિથુન સહિત આ 4 રાશિવાળાને માલામાલ કરશે શુક્ર-શનિ, 10 દિવસ સુધી છપ્પરફાડ ધનલાભ થશે


ઉત્તરાયણ પર આ વસ્તુઓની કરશો નહી અવગણના, ઘરમાં જતી રહેશે માં લક્ષ્મી


Trigrahi yog 2023: મકર રાશિમાં ત્રણ ગ્રહોનું મહામિલન, ચમકી જશે 4 રાશિનું ભાગ્ય


વિઘ્નકર્તાની કૃપા મેળવવા શ્રદ્ધાળુઓ ગણેશ યાગ ગપણતિ અથર્વ શીર્ષ, સંકટનાશન, ગણેશ સ્તોત્ર કરાશે.  અંગારકી ભગવાન ગણેશજીની સાધના-આરાધના કરવાનો અનેરો અવસર છે. સંકટ ચતુર્થીના દિવસે ગપણેશજીના આશિર્વાદ મેળવવા માગે મંદિરે જઇને દર્શન કરી શક્ય હોય તેટલી વાર ઓમ ગં ગણપતયે નમ : કરવો. 


- જો તમે તમારા પરિવારમાં સુખ-શાંતિ જાળવી રાખવા માંગો છો, તો આજે ભગવાન ગણેશને તમારા બંને હાથમાં લાલ ફૂલ અર્પણ કરો. તેમજ ફૂલ અર્પણ કરતી વખતે ઓમ ગણપતયે નમઃ  મંત્રનો જાપ કરો. આજે આવું કરવાથી તમારા પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube