Shani Surya Budh Yuti 2023: ત્રિગ્રહી યોગ આ 3 રાશિવાળાને અપાવશે `છપ્પરફાડ` ધન, ચારેકોરથી સંપત્તિ વધશે
Trigrahi Yog in Kumbh Rashi 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. આ સાથે જ ગ્રહ ગોચર કરીને અન્ય ગ્રહો સાથે યુતિ પણ બનાવે છે. જેનાથી વિવિધ શુભ અને અશુભ યોગોનું નિર્માણ થતું હોય છે. હાલ શનિની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.
Trigrahi Yog in Kumbh Rashi 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. આ સાથે જ ગ્રહ ગોચર કરીને અન્ય ગ્રહો સાથે યુતિ પણ બનાવે છે. જેનાથી વિવિધ શુભ અને અશુભ યોગોનું નિર્માણ થતું હોય છે. હાલ શનિની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. કુંભમાં શનિ ગોચર કરીને 17 જાન્યુઆરીના રોજ પ્રવેશ કરી ચૂક્યો છે. જ્યારે 14 ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગોચર કરીને શનિ સાથે કુંભ રાશિમાં હાજર છે. હવે ગઈ કાલે 27 ફેબ્રુઆરીના રોજ બુધ પણ ગોચર કરીને કુંભ રાશિમાં પહોંચી ગયો છે. તેનાથી કુંભ રાશિમાં શનિ, સૂર્ય અને બુધની યુતિથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. જાણો આ ત્રિગ્રહી યોગ કોના માટે શુભ હોય છે.
કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનો રાશિઓ પર પ્રભાવ
વૃષભ
કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવાના શુભ ફળ વૃષભ રાશિવાળાઓને મળશે. આ જાતકોને ધનલાભ થશે. તમારા પર ભાગ્ય જબરદસ્ત મહેરબાન થશે. નવી નોકરી મળશે. નોકરીવાળા માટે આ સમય ખુબ સારો છે. પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ મળશે. વેપારમાં નવી યોજનાઓ પર કામ કરો. લાભ થશે. સમાજમાં માન સન્માન વધશે.
માર્ચમાં બદલાશે ગ્રહોની ચાલ, આ રાશીના જાતકો રાતોરાત બની જશે કરોડપતિ
Money Plant Vastu Tips: મની પ્લાન્ટ સાથે રાખો આ વસ્તુ, પછી જો જો થશે ધનની વર્ષા
ગ્રહણ દરમિયાન કરેલા આ ટોટકા પૈસાની તંગી કરશે દુર, માતા લક્ષ્મીનું ઘરમાં થશે આગમન
મિથુન
શનિ-બુધ અને સૂર્યની યુતિ મિથુન રાશિવાળાને પણ ખુબ લાભ કરાવશે. આ જાતકોને ખુબ સફળતા મળશે. જોબમાં ફેરફારના યોગ છે. તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. વિદેશ મુસાફરીના યોગ છે. વેપારીઓ પોતાનો વેપાર વધારી શકે છે. આર્થિક ઉન્નતિના રસ્તા ખુલશે, બેંક બેલેન્સ વધશે.
વૃશ્ચિક
શનિ, સૂર્ય અને બુધના ત્રિગ્રહી યોગના કારણે વૃશ્ચિક રાશિવાળાઓ માટે આ સમય શુભ છે. નવી ગાડી કે ઘર ખરીદી શકો છો. આ સમય વેપાર કરનારાઓ માટે વિશેષ શુભ છે. આ જાતકોને સારો નફો મળી શકે છે. ધન લાભ થઈ શકે છે. પરંતુ કામ વચ્ચે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ન ભૂલતા.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)