વૈદિક જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા ગણવામાં આવે છે. એટલે કે શનિ કર્મ મુજબ ફળ આપે છે. આથી ખરાબ કર્મો કરવામાં આવે તો શનિદેવ કોઈને છોડતા નથી અને સારા કર્મો કરનારાઓને શનિદેવ નવાજે પણ છે. પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરી રહેલા શનિ 29 જૂનના રોજ પોતાની ચાલ બદલીને વક્રી થવા જઈ રહ્યા છે. શનિની ઉલ્ટી ચાલ હંમેશા ડરાવે છે. શનિની વક્રી ચાલ વર્ષ 2025માં પણ ચાલુ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિની વક્રી ચાલનો પ્રભાવ
વક્રી શનિ શુભ અને અશુભ બંને પ્રકારનો પ્રભાવ પાડશે. કેટલાક રાશિવાળા માટે શનિની ઉલ્ટી ચાલ કહેર બનીને તૂટી પડશે તો કેટલીક રાશિઓ એવી પણ છે કે જેમના માટે શનિ ખુબ જ સારું ફળ આપશે. આ રાશિવાળા જાતકો પર ધનવર્ષા થશે એવું પણ કહી શકાય. એમ કહો તો પણ ખોટું નહીં હોય કે વર્ષ 2025 કે તે પહેલા તેઓ શનિની કૃપાથી માલામાલ થઈ જશે. શનિની વક્રી ચાલનો સકારાત્મક પ્રભાવ કઈ રાશિઓ પર પડશે તે પણ જાણો. 


મેષ રાશિ
શનિનું વક્રી  થવું એ મેષ રાશિના જાતકોને શુભ ફળ આપશે. આ લોકોની આવકમાં વધારો  થશે. જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નવા સ્ત્રોતોથી પૈસા આવશે જેનાથી તમારું બેંક બેલેન્સ વધશે. જીવનસ્તર સારું થશે. કરિયર અને કારોબારમાં ઉન્નતિ થશે. કૌટુંબિક જીવનમાં પણ સુખ શાંતિ આવશે. તમારા સંબંધ સારા થશે. જોખમભર્યા રોકાણોથી લાભ થશે. 


વૃષભ રાશિ
શનિનું વક્રી થવું એ વૃષભ રાશિના જાતકોને  ખુબ જ સારું ફળ આપશે. આ લોકોને કરિયરમાં ખુબ પ્રગતિ  થઈ શકે છે. ઊંચુ પદ, પ્રતિષ્ઠા અને ભરપૂર પૈસો મળશે. જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને નોકરીની સારી તક મળી શકે છે. વેપારી જાતકોને કોઈ મોટી ડીલ મળી શકે છે. બધુ મળીને આ સમય કરિયરમાં સફળતા, પ્રસિદ્ધિ, અને આર્થિક લાભ આપનારો છે. કૌટુંબિક સંબંધો મજબૂત થશે. 


મકર રાશિ
શનિની ઉલ્ટી ચાલ મકર રાશિવાળાને ખુબ લાભ કરાવશે. તમને ધનલાભના એક પછી એક યોગ બનશે. આર્થિક સ્થિતિ સારી થશે. કરિયરમાં પ્રગતિ થશે. જેનાથી જેની રાહ જોતા હતા કે પ્રમોશન, ઈન્ક્રીમેન્ટ તમને મળી શકશે. વાણીના દમ પર કામ બનશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. સંતાન સુખ મળશે. પ્રોપર્ટી અને વાહન ખરીદીના યોગ છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)