Sawan Month 2023 Rashifal: ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે શ્રાવણનો મહિનો સર્વશ્રેષ્ઠ હોય છે. આ વખતે અધિકમાસને કારણે બે શ્રાવણ મહિના હશે. 4 જુલાઈ 2023થી શ્રાવણ શરૂ થશે અને 31 ઓગસ્ટે સમાપ્ત થશે. આ રીતે લોકોએ ભગવાન શિવની કૃપા મેળવવા માટે જુલાઈ અને ઓગસ્ટનો મહિનો મળશે. વર્ષ 2023માં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગ્રહો-દશાઓ એવી રહેવાની છે, જે દુર્લભ યોગ બનાવી રહી છે. આ યોગ કેટલાક જાતકો માટે વિશેષ શુભ રહેશે. આ જાતકોને શ્રાવણ મહિનામાં શિવ જીની કૃપાથી ખુબ પૈસા, સફળતા અને ખુશીઓ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રાવણ 2023માં આ રાશિ પર મહેરબાન રહેશે ભોળાનાથ
મેષ રાશિઃ
 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિ ભગવાન શિવની પ્રિય રાશિઓમાંથી એક છે. આ વખતે શ્રાવણ પર બની રહેલ દુર્લભ યોગ મેષ રાશિના જીવનમાં અપાર સુખ અને સંપત્તિ લાવશે. અટવાયેલા કામ પૂરા થશે. નોકરીમાં ચાલી રહેલો તણાવ દૂર થશે. 


સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે પણ શ્રાવણનો મહિનો ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. તમારા ઉચ્ચ અધિકારી તમારા કામની પ્રશંસા કરશે. પ્રમોશન થઈ શકે છે. ધન લાભ થશે. પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ આજથી શુભ કામો પર લાગી જશે બ્રેક, જાણો નવેમ્બર-ડીસેમ્બરમાં લગ્ન-ગૃહપ્રવેશના મુહૂર્ત


ધન રાશિઃ ધન રાશિના જાતકો માટે શ્રાવણનો મહિનો કરિયરમાં લાભ આપશે. નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે. આત્મવિશ્વાસ વધશે. વેપારી વર્ગને લાભ થઈ શકે છે. વિદેશ યાત્રા પર જઈ શકો છો. 


તુલા રાશિઃ તુલા રાશિના જાતકો માટે શ્રાવણનો મહિનો કરિયરમાં અચ્છે દિન લાવશે. તમને મોટુ પદ મળી શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. જીવનમાં ઘણા સુખદ ફેરફાર થશે. પાર્ટનર મળી શકે છે. 


વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિા જાતકોને શ્રાવણમાં વિશેષ લાભ મળે છે. નોકરી કરનાર લોકોના કામની પ્રશંસા થશે. તેને નવી જવાબદારી મળી શકે છે. તમે આર્થિક રીતે મજબૂત થઈ શકો છો. કારોબારમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube