ષડાષ્ટક યોગઃ મંગળના ગોચરથી આ રાશિઓ માટે બની રહ્યો છે ખતરનાક યોગ!
Shadashtak Yoga: ષડાષ્ટક યોગનો પ્રભાવ ઘણી રાશિના જાતકો પર નકારાત્મક પડશે. આ યોગ દરમિયાન કેટલાક જાતકોને અશુભ પરિણામ મળશે. જાણો આ રાશિઓ વિશે...
Shadashtak Yoga: ઉર્જા અને શૌર્યનો ગ્રહ, મંગળ 10 મે 2023ના કર્ક રાશિમાં ગોચર કરી ચુક્યો છે, જ્યારે શનિ કુંભ રાશિમાં હાજર છે. આ રીતે મંગળ શનિના છઠ્ઠા ભાવમાં હાજર છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ અને શનિને શત્રુ માનવામાં આવ્યા છે અને બંનેની યુતિ ષડાષ્ટક યોગ બનાવી રહી છે. આ યોગને ખુબ અશુભ માનવામાં આવે છે. મંગળ 30 જૂન સુધી કર્ક રાશિમાં રહેશે અને ત્યાં સુધી આ યોગ લગ્નના જાતકોના જીવનને પ્રભાવિત કરશે. ચાર રાશિઓના લોકો પ્રભાવિત રહેશે અને ઘણી સમસ્યાનો સામનો કરશે. આવો આ ચાર રાશિઓ વિશે જાણીએ.
કર્ક રાશિઃ કર્ક રાશિમાં મંગળની હાજરીથી કર્ક રાશિના જાતકોના જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. આ દરમિયાન તમારે તમારા જીવનને આર્થિક પાસાંને લઈને પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે. લગ્નના જાતકોને આ દરમિયાન કોઈ જગ્યાએ રોકાણ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે.
સિંહ રાશિઃ આ સમયમાં સિંહ રાશિના જાતકોને પોતાના ખરાબ કર્મોનું ફળ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં પણ તમારે ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમે વિવાદોથી બચવાનો પ્રયાસ કરશો પરંતુ તેમાં નિષ્ફળ રહેશો. તમારા ખર્ચમાં વધારો થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં મુશ્કેલી આવશે.
આ પણ વાંચોઃ સૂર્યનો 12 મહિના બાદ મિથુન રાશિમાં પ્રવેશ, આ 5 જાતકોનું ચમકી જશે ભાગ્ય
ધન રાશિઃ ધન રાશિના જાતકો રોકાણ કરવાથી સાવધાન રહે. રોકાણ માટે તમારે કોઈ નિષ્ણાંતની સલાહ લેવી પડી શકે છે. આ સિવાય તે વાતની સંભાવના છે કે તમારો કોઈ નજીકનો વ્યક્તિ તમને દગો આપી શકે છે. તેથી સતર્ક રહો કારણ કે તેનાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે.
કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકોએ વાહન ચલાવતા સમયે ખુબ સાવધાની રાખવી જોઈએ. આ દરમિયાન તમને ઈજા થવાની સંભાવના છે. તમને તમારૂ સંપૂર્ણ ધ્યાન તમારા કાર્ય પર લગાવવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય ખરાબ સ્વાસ્થ્યને કારણે તમારે તણાવની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube