Shani Ast 2024: શનિદેવના અસ્ત થવાથી જીવનમાં વધશે સંકટ, શનિના ક્રોધથી બચવા કાલથી શરુ કરી દો આ ઉપાય
Shani Ast 2024: શનિદેવ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરે છે અને 11 ફેબ્રુઆરી 2024ના રોજ આ રાશિમાં અસ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિનું અસ્ત થવું ખૂબ જ અશુભ ગણાય છે. શનિના અસ્ત થવાથી કેટલીક રાશિના લોકોના જીવન પર નકારાત્મક અસર થશે.
Shani Ast 2024: શનિ દેવ કર્મોના આધારે દરેક વ્યક્તિને ફળ આપે છે. ફેબ્રુઆરી મહિનામાં શનિ કુંભ રાશિમાં અસ્ત થશે અને કેટલીક રાશિઓના જીવનમાં સમસ્યાઓમાં વધારો કરશે. શનિના અશુભ પ્રભાવથી બચવું હોય તો તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરવા જોઈએ.
શનિદેવને ક્રૂર અને ન્યાય કરનાર ગ્રહ કહેવામાં આવે છે. શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરે છે અને 11 ફેબ્રુઆરી 2024ના રોજ આ રાશિમાં અસ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિનું અસ્ત થવું ખૂબ જ અશુભ ગણાય છે. શનિના અસ્ત થવાથી કેટલીક રાશિના લોકોના જીવન પર નકારાત્મક અસર થશે. તેનાથી બચવા માટે તમે કેટલાક ખાસ ઉપાય કરી શકો છો. આજે તમને કેટલાક ઉપાય જણાવીએ જેમાંથી કોઈપણ એક ઉપાય પણ કરશો તો અસ્ત શનિની નકારાત્મક અસરથી બચી જશો.
આ પણ વાંચો: Shani Asta: શનિની કૃપાથી આ 4 રાશિઓનું નસીબ રાતોરાત ચમકશે, દરેક કામમાં મળશે સફળતા
અસ્ત શનિના અશુભ પ્રભાવથી બચવાના ઉપાય
- શનિવારે રાત્રે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેનાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. તેનાથી શનિના અશુભ પ્રભાવથી પણ રાહત મળે છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવના 108 નામનો જાપ કરવો પણ ફળદાયી માનવામાં આવે છે. જો તે શક્ય ન હોય તો શનિદેવના મંત્ર "ઓમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમઃ" નો જાપ કરી શકાય છે.
- જો તમે શનિદેવની ક્રુર નજરથી બચવા માંગતા હોવ અને તેમને પ્રસન્ન કરવા હોય તો શનિવારે શનિદેવની પૂર્ણ વિધિથી પૂજા કરો.
આ પણ વાંચો: ધન, વેપાર અને વાણીનો કારક ગ્રહ બુધ થયો અસ્ત, આ 3 રાશિના લોકોને મળશે પ્રમોશન અને ધન
- કાળો કૂતરો શનિદેવનું વાહન ગણાય છે. શનિવારે કાળા કૂતરાને ભોજન કરાવો. જો તમે આમ કરશો તો શનિ ગ્રહ દોષ દૂર થઈ જશે.
- શનિવારે કાળા કપડા, કાળા તલ, કાળી છત્રી, કાળી અડદની દાળ, ગોળ, તેલ, ચપ્પલ વગેરે વસ્તુઓનું જરૂરિયાતમંદને દાન કરો. આ દાનથી શનિની અશુભ અસર ઓછી થાય છે.
- ભગવાન શંકરને શનિદેવના ગુરુ માનવામાં આવે છે. જે ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે અને શિવલિંગ પર શનિવારે કાળા તલ ચઢાવે છે તેને શનિદેવ ક્યારેય પરેશાન કરતા નથી.
આ પણ વાંચો: ધન અને પ્રેમનો કારક ગ્રહ શુક્ર કરશે શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ, 3 રાશિને થશે લાભ
- આ સિવાય દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તમે નિયમિત રીતે શનિ ચાલીસાના પાઠ કરીને પણ સાડાસાતી સહિતના કષ્ટથી મુક્ત થઈ શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)