જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને ખુબ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે કારણ કે એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિથી ચાલે છે અને એક રાશિમાંથી બીજી રાશિમાં જતા પૂરા અઢી વર્ષ લાગે છે. અત્રે જણાવવાનું કે 17 જાન્યુઆરીથી શનિ પોતાની સ્વરાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરી ગયો છે અને હાલ પણ તે આ રાશિમાં જ બિરાજમાન છે. આ સાથે જ મે મહિનામાં ચંદ્રમા પણ આ રાશિમાં પ્રવેશ કરશે. આવામાં આ બંને ગ્રહોની યુતિથી વિષ યોગ બનવા જઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રમા 12મી મેના રોજ સવારે 12.18 મિનિટથી 14 મે સવારે 3.24 મિનિટ દરમિયાન કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. ત્યારબાદ મીન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વિષ યોગ સારો મનાતો નથી. આવામાં કેટલીક રાશિવાળાઓએ સંભાળીને રહેવાની જરૂર છે. જાણો કુંભ રાશિમાં વિષ યોગ બનવાથી કઈ રાશિવાળાઓએ રહેવું પડશે સાવધ. 


વિષ યોગ બનવાથી આ રાશિવાળા રહે સતર્ક


કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે વિષ યોગ લાભકારી સિદ્ધ નહીં થાય. અત્રે જણાવવાનું કે આ રાશિમાં શનિ અષ્ટમ ભાવથી બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને શનિની ઢૈયાનો પ્રભાવ પણ પડી રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોએ નાના નાના પ્રયત્નો માટે વધુ મહેનત કરવી પડી શકે છે. દરેક કામ કરતા પહેલા કોઈને કોઈ અડચણ જરૂર આવી શકે છે. સંતાન તરફથી થોડી ચિંતા થઈ શકે છે. વૈવાહિક જીવન અને લવ લાઈફમાં થોડા ઉતાર ચડાવ આવી શકે છે. 


ચંદ્રગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ, કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર, કોણે રહેવું પડશે સતર્ક


Shani Mantra: શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ માટે કરો આ મંત્રોનો જાપ


રાશિફળ 29 એપ્રિલ: આ રાશિના જાતકો પર શનિદેવ પોતાની કૃપા વરસાવશે, આકસ્મિક ધનલાભના યોગ


કન્યા રાશિ
આ રાશિમાં શનિ ષષ્ઠ ભાવમાં બિરાજમાન છે. આ સાથે જ ચંદ્રમાની યુતિથી બનનારો વિષયોગ આ રાશિઓના જીવનમાં અનેક મુશ્કેલીઓ વધારી શકે છે. શત્રુ તમારા પર હાવી થઈ શકે છે. ફાલતુ ખર્ચા કરવાથી બચવું જોઈએ. કારણ કે તેનાથી તમે કરજ હેઠળ દબાઈ શકો છો. નોકરીમાં થોડું સંભાળીને રહેવાની જરૂર છે. કારણ કે તેની ખરાબ અસર પડી શકે છે. આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. માનસિક અને શારીરિક તણાવનો સામનો કરવો પડી શકે છે. 


વૃશ્ચિક રાશિ
આ રાશિમાં શનિ ચતુર્થ ભાવમાં બિરાજમાન છે. આ સાથે જ ચંદ્રમાની યુતિથી વિષ યોગ બની રહ્યો છે. આ રાશિવાળાઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આ રાશિમાં હાલ શનિની ઢૈયા ચાલુ છે. આવામાં આ રાશિના જાતકોએ માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. કોઈ પણ પ્રકારની લેવડદેવડ કે પછી રોકાણ કરતા પહેલા 10વાર વિચાર  ચોક્કસ કરી લેવો. કારણ કે તેનાથી ધન હાનિનો સામનો કરવો પડી શકે છે. વધુ મહેનત કર્યા બાદ જ સફળતા મળી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube