Vish Yog Effect 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક ગ્રહનું બીજા ગ્રહ સાથે મિલન યુતિ કહેવાય છે. આ યુતિ કેટલીક રાશિવાળા માટે શુભ તો કેટલાક માટે અશુભ સાબિત થાય છે. અત્રે જણાવવાનું કે 13મી મેના રોજ શનિ અને ચંદ્રની યુતિથી વિનાશકારી વિષ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને ખુબ જ અશુભ યુતિ માનવામાં આવી રહી છે. આવામાં 3 રાશિવાળાએ આ યુતિના અશુભ અને હાનિકારક પરિણામો ભોગવવા પડી શકે છે. આવો જાણો આ 3 રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ યોગ કર્ક રાશિવાળા માટે ખુબ જ ખરાબ સાબિત થશે. આ યોગ તમારી રાશિના અષ્ટમ ભાવમાં લાગવા જઈ રહ્યો છે. એટલું જ નહીં આ રાશિના સ્વામી પણ પોતે અષ્ટમ ભાવમાં જતા રહ્યા છે. આ દરમિયાન શનિની ઢૈય્યા પણ ચાલુ છે. આવામાં કોઈ પણ નવા કાર્યની શરૂઆત થઈ શકે છે. ખાણી પીણીનું પણ ખાસ ધ્યાન રાખો. વાદ વિવાદથી દૂર રહો. આ સમય ધનરોકાણ કરવાથી બચો. એટલું જ નહીં વાહન વગેરેને લઈને પણ ખાસ સાવધાની વર્તો.


કન્યા રાશિ
આ રાશિવાળા માટે આ યોગ હાનિકારક સિદ્ધ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે આ યોગ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં બનવા જઈ રહ્યો છે. આવામાં ગુપ્ત શત્રુઓથી ખાસ કરીને સાવધાન રહો. કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં પડવાથી બચો. કાર્યસ્થળ પર કોઈ બેદરકારી ન વર્તો. ફાલતુ ખર્ચા કરવાથી બચો નહીં તો બજેટ બગડી શકે છે. કોર્ટ કચેરીના કેસમાં અસફળતા મળશે. 


મીન રાશિ
આ રાશિવાળા માટે વિશ યોગ ખુબ જ પ્રતિકૂળ સાબિત થશે. અત્રે જણાવવાનું કે આ યોગ તમારી ગોચર કુંડળીના 12માં ભાવમાં બનવા જઈ રહ્યો છે. આવામાં તમારે અચાનક મુસાફરી પર જવું પડી શકે છે. એટલું જ નહીં આ દરમિયાન કોઈની સાથે વાદ વિવાદ થઈ શકે છે. કોઈ સામાન ચોરી થવાની શક્યતા છે. આથી આવામાં થોડા સતર્ક રહો. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. નવા કાર્યની શરૂઆત કરવાનું વિચારતા હોવ તો થોડા થોભો. કોઈને પૈસા ઉધાર આપવાથી બચો. હાલ આ રાશિવાળા શનિની સાડા સાતીથી પસાર થઈ રહ્યા છે. આવામાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)