Shani Dev: આ 5 રાશિવાળાને ક્યારેય કષ્ટ આપતા નથી શનિદેવ, ઘરમાં ધનના કરે છે ઢગલા!
Saturn Transit 2023: શનિદેવ દર વખતે કષ્ટ જ આપે તે જરૂરી નથી. કેટલીક રાશિઓ એવી હોય છે જેમના પર શનિદેવની કૃપા હંમેશા રહે છે. આ જ કારણે આ રાશિવાળા જાતકો દિવસ રાત ચોતરફી પ્રગતિ કરે છે. જાણો કઈ રાશિ શનિદેવને છે અત્યંત પ્રિય....
Saturn Transit 2023: શનિદેવને વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ન્યાયધીશનો દરજ્જો મળેલો છે. તેનો અર્થ એ થયો કે માણસ જેવા કાર્ય કરશે તેમને શનિદેવ તરફથી એવું જ ફળ મળશે. આથી તેમને કર્મફળ દાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે લોકો શનિદેવનું નામ સાંભળીને ડરી જાય છે. પરંતુ શનિદેવ દર વખતે કષ્ટ જ આપે તે જરૂરી નથી. કેટલીક રાશિઓ એવી હોય છે જેમના પર શનિદેવની કૃપા હંમેશા રહે છે. આ જ કારણે આ રાશિવાળા જાતકો દિવસ રાત ચોતરફી પ્રગતિ કરે છે. જાણો કઈ રાશિ શનિદેવને છે અત્યંત પ્રિય....
વૃષભ રાશિ
આ રાશિના સ્વામી શુક્ર છે. શુક્ર અને શનિ વચ્ચે મિત્રતા છે આથી શનિદેવનો વધુ પ્રભાવ આ રાશિના લોકો પર પડતો નથી. જ્યારે વૃષભ રાશિ પર શનિની સાડાસાતી ચાલુ હોય ત્યારે પણ તેની અસર ટૂંકાગાળાની હોય છે અને આ લોકો કોઈ પરેશાનીથી વધુ સમય સુધી દુખી રહેતા નથી.
કર્ક રાશિ
કર્ક રાશિવાળાઓને પણ શનિદેવ વધુ કષ્ટ આપતા નથી. આ લોકોને શનિદેવની કૃપાથી ઐશ્વર્ય અને માન સન્માન મળે છે. જો કે કુંડળીમાં ખરાબ દશા, અંતર્દશા અને મહાદાશા હોય તો સાડા સાતીમાં આ લોકોને મુશ્કેલીઓ આવી શકે છે. આ લોકો શનિદેવની કૃપાથી પ્રગતિ કરતા રહે છે.
તુલા રાશિ
તુલા પણ શનિદેવની પ્રિય રાશિઓમાંથી એક છે. શનિની ઉચ્ચ રાશિ હોવાના કારણે તેમને હંમેશા શનિદેવની કૃપા મળે છે. તુલા રાશિવાળા જો બીજા પર દયા કરે તો શનિદવ તેમને સફળતા મેળવવામાં મદદ કરે છે. આ રાશિના જાતકોને મહેનતનું ફળ પણ મળે છે. આ સાથે જ જીવનમાં સફળ થઈને ઊંચા પદ પર પહોંચે છે.
મકર રાશિ
મકર રાશિવાળા પર શનિદેવ હંમેશા કૃપા રાખે છે. આ રાશિના તેઓ સ્વામી પણ છે. આથી મકર રાશિવાળાને શનિદેવના દુષ્પરિણામ ઓછા ભોગવવા પડતા હોય છે. આ રાશિના જાતક શનિદેવની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે.
કુંભ રાશિ
આ રાશિવાળાને પણ શનિદેવ ઓછા કષ્ટ આપતા હોય છે. મકરની સાથે સાથે તેઓ આ રાશિના પણ સ્વામી છે. હંમેશા કુંભ રાશિવાળા પર તેમની કૃપા બની રહે છે અને વધુ મુશ્કેલીઓ સામે ઝઝૂમવું પડતું નથી. કુંભ રાશિવાળા પર માતા લક્ષ્મી પણ મહેરબાન રહે છે. જો આ લોકો વધુ મહેનત કરે તો સફળતા ચરણ ચૂમે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)