Shani Dev: વૈદિક જ્યોતિષમાં સપ્તાહના દરેક દિવસને કોઈને કોઈ દેવી-દેવતા અને ગ્રહને સમર્પિત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે શનિવારનો દિવસ શનિદેવનો માનવામાં આવે છે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા અને તેમના ક્રોધથી બચવાના ઉપાય કરી શકાય છે. શનિ એવો ગ્રહ છે જે વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. લોકો શનિદેવને ક્રૂર ગ્રહ માને છે પરંતુ જે વ્યક્તિના કર્મ સારા હોય તેને શનિ શુભ ફળ પણ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખોટા કામ કરે છે ત્યારે જ શનિ તેને દંડ આપે છે. જ્યારે શનિ કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તો તેના જીવનમાં તેને કેટલાક સંકેત મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


દીવો કરી મંદિરમાં જ રાખો છો માચીસ ? આ ભુલના કારણે ભોગવવું પડી શકે છે નુકસાન


Shukra Gochar 2023: 7 જુલાઈ સુધીનો સમય આ રાશિઓ માટે છે ગોલ્ડન પિરિયડ, અચાનક થશે લાભ


Panchak: આજથી પંચક શરુ, 5 દિવસ દરમિયાન ન કરવા આ કામ, કરવાથી મળે છે અશુભ પરિણામ


કાળા કુતરા


શનિવારે સવારના સમયે જો અચાનક કાળો કૂતરો જોવા મળે તો સમજી લેવું કે તમને શનિદેવના આશીર્વાદ મળ્યા છે. તમને ટૂંક સમયમાં જ સારા સમાચાર પ્રાપ્ત થશે.


કાગડા


કાગડા જોવા મળે તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. જો શનિવારે સવારે તમને કાગડા જોવા મળે તો સમજી લેવું કે તમને શનિદેવના આશીર્વાદ મળી ગયા.


ભિખારી


શનિવારે સવારે તમે બહાર નીકળો અને અચાનક કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિ મદદ માગવા આવે અથવા તો ભિખારી મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિને યથાશક્તિ દાન કરવું તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.


સફાઈકર્મી


શનિવારે સવારે ઘરેથી નીકળો અને તમને સામે કોઈ સફાઈ કર્મચારી ઝાડુ લગાડતા જોવા મળે તો તે પણ શુભ છે તેનો અર્થ છે કે જલ્દી જ તમારા ઉપર શનિદેવની કૃપા થવાની છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)