Shani Dev: શનિ દેવ આજે બનાવી રહ્યા છે ખુબ જ શક્તિશાળી યોગ, આ રાશિવાળા ધનમાં આળોટશે, માલામાલ થશે!
શનિ દેવને પ્રસન્ન કરવા માટે 18 માર્ચ 2023 શનિવારનો દિવસ અત્યંત શુભ છે. આ દિવસે એવા અનેક શુભ સંયોગ બની રહ્યા છે જે શનિ દેવને પ્રસન્ન કરવા માટે ખાસ છે. આ સાથે જ આ સમય હાલ કેટલીક રાશિવાળાઓ માટે મોટી ભેંટ આપનારો છે. ખાસ કરીને એવા લોકો પર કે જેમના પર શનિની સાડા સાતી અને ઢૈય્યા ચાલે છે કે કુંડળીમાં શનિ દોષ છે.
Shani Gochar: શનિ દેવને પ્રસન્ન કરવા માટે 18 માર્ચ 2023 શનિવારનો દિવસ અત્યંત શુભ છે. આ દિવસે એવા અનેક શુભ સંયોગ બની રહ્યા છે જે શનિ દેવને પ્રસન્ન કરવા માટે ખાસ છે. આ સાથે જ આ સમય હાલ કેટલીક રાશિવાળાઓ માટે મોટી ભેંટ આપનારો છે. ખાસ કરીને એવા લોકો પર કે જેમના પર શનિની સાડા સાતી અને ઢૈય્યા ચાલે છે કે કુંડળીમાં શનિ દોષ છે. તેઓ આજે આ ઉપાય કરીને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકે છે. જ્યોતિષ મુજબ આ સમય કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિવાળા પર શનિની ઢૈય્યા ચાલે છે. જ્યારે ધનુ, મકર, કુંભ પર શનિની સાડાસાતી ચાલી રહી છે.
શનિની રહેશે વિશેષ કૃપા
હિન્દુ પંચાગ મુજબ આજે 18 માર્ચ 2023ના રોજ શ્રવણ નક્ષત્ર છે. શ્રવણ નક્ષત્રના સ્વામી શનિદેવ પોતે છે. આ સાથે જ આજના દિવસે શિવ યોગ બની રહ્યો છે. આ ઉપરાંત શનિ આ સમયે હાલ પોાતની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. આ પ્રકારે આ શુભ સંયોગ કેટલીક રાશિવાળા માટે ખુબ જ શુભ સમય લાવશે. આ જાતકોને આગામી 3 મહિના સુધી શનિકૃપાથી ખુબ લાભ થશે. કારણ કે આ દરમિયાન શનિ પોતાની રાશિ કુંભમાં ખુબ પાવરફૂલ થઈને ભ્રમણ કરશે.
તુલા રાશિ
તુલા રાશિવાળા માટે શનિનું પાવરફૂલ થઈને ગોચર કરવું ખુબ શુભ ફળ આપશે. આ જાતકોને જોખમભર્યા રોકાણથી લાભ થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. વિવાહ થઈ શકે છે.
મકર રાશિ
જ્યોતિષ મુજબ શનિનું પાવરફૂલ થવું એ મકર રાશિના જાતકોનું ભાગ્ય પલટી શકે છે. આ સાથે જ આર્થિક સ્થિતિ મજબૂત થશે. તણાવમાંથી રાહત મળશે. રોકાણથી લાભ થશે અને કરિયર સારી રહેશે.
કુંભ રાશિ
શનિનું કુંભ રાશિમાં પાવરફૂલ થઈને ભ્રમણ થવું એ આ રાશિના જાતકો માટે ખુબ ફળદાયી રહેશે. કારણ કે શનિ કુંભ રાશિમાં જ ભ્રમણ કરી રહ્યો છે. આ પ્રકારે શનિ કુંભ રાશિની ગોચર કુંડળીમાં શશ મહાપુરુષ રાજયોગ બનાવી રહ્યો છે. જે આ જાતકોને માન સન્માન, પૈસા અને પ્રગતિ પ્રદાન કરશે. વેપારમાં લાભ થશે. અપરણિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)