Shani Dev: શનિ દેવ આમ તો અશુભ ફળ આપવા માટે જાણીતા છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં (August 2024 Horoscope)શનિ દેવ કેટલાક જાતકોને અતિશુભ ફળ આપશે. આ રાશિઓ માટે શનિદેવ શુભ ફળ બનાવી રહ્યાં છે, જેનાથી કરિયર, બિઝનેસ, લવ લાઇફ માટે સારા સંકેત મળી રહ્યાં છે. આવો જાણીએ આ રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ (Mesh Rashi)
શનિ દેવ સપ્તમ ભાવમાં નવમ પંચમ રાજયોગ બનાવી રહ્યાં છે, જે બિઝનેસમાં સારો લાભ આપશે. શનિ મહારાજ ઓગસ્ટમાં મહેનતનું ફળ આપવાના છે. શનિનો સ્વભાવ કઠોર છે અને અનુશાસન પ્રિય છે. તેથી આ મહિને તમારે આળસનો ત્યાગ કરવો પડશે અને લાઇફસ્ટાઇલ સારી રાખવી પડશે, બાકી તમને હાનિ થઈ શકે છે. 


લગ્નમાં આવી રહેલી મુશ્કેલી ઓગસ્ટમાં દૂર થઈ શકે છે. આ મહિને તમે સ્વયંને સારા બનાવવા પર ભાર આપશો, સાથે લોકો વચ્ચે તમારી છબિ મજબૂત બને તે દિશામાં કામ કરી શકો છો. રાજનીતિ સાથે જોડાયેલા લોકોએ જનતા વચ્ચે રહેવું પડશે, આલોચનાઓથી ડરો નહીં. તેના પર વિચાર કરો અને સુધાર કરો.


ઉપાયઃ શનિવારના દિવસે શનિ ચાલીસાના પાઠ કરો. ગરીબ લોકોની મદદ કરો.


આ પણ વાંચોઃ 1 વર્ષ બાદ શુક્રાદિત્ય રાજયોગ, નોટો ગણતા થઈ જશે આ જાતકો, સૂર્ય-શુક્રના મળશે આશીર્વાદ


કર્ક રાશિ (Kark Rashi)
તમારા સપ્તમ ભાવના સ્વામી સનિ અષ્ટમ ભાવમાં સ્વગૃહી થઈને ગોચર કરી રહ્યાં છે, જેના કારણે ઓગસ્ટનો મહિનો તમારા માટે વિશેષ રહેવાનો છે. જે લોકો મીડિયા, સેલ્સ એન્ડ સર્વિસ, ગારમેન્ટ્સ, વેબસાઇટ ડિઝાઇનિંગ જેવી ફીલ્ડમાં જોડાયેલા લોકોને શનિ દેવ સારો લાભ આપવાના છે. ઓગસ્ટમાં લાભ હાસિલ કરવો છે તો આળસ છોડવી પડશે, બાકી હાથમાં આવેલી તક જઈ શકે છે. 


શનિ દેવ તે લોકોને પણ લાભ આપવા જઈ રહ્યાં છે, જેણે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. પરંતુ અહીં એક વાતનું ધ્યાન રાખવું પડશે કે સમય મર્યાદાનું ધ્યાન રાખવું પડશે. શનિ દેવને ખોટા વચનો પસંદ નથી, બાકી શનિ દેવ દંડ આપવા માટે તૈયાર રહે છે.


ઉપાય- ફળદાર અને છાયડો આપે તેવા વૃક્ષ વાવો. બીમાર પશુઓની સેવા કરો.


તુલા રાશિ (Tula Rashi)
તમારા દશમ ભાવમાં શનિ શશ યોગ બનાવી અત્યંત શુભ ફળ આપવા જઈ રહ્યાં છે. તુલા રાશિ શનિની અતિ પ્રિય રાશિ છે, તેથી તમારે ડરવાની જરૂર નથી. જે લોકો નોકરી શોધી રહ્યાં છે એને સારા સમાચાર મળી શકે છે. 


ઓફિસમાં તમારા કામની નોંધ લેવાશે. પ્રમોશનની સ્થિતિ પણ બની શકે છે. જો તમે લીડિંગ પોઝિશનમાં છો તો તમારી સ્થિતિ વધુ મજબૂત થશે. તમે બીજા પાસેથી કામ લેવામાં સફળ થશો. 


ઓગસ્ટમાં તમારે અહંકાર દૂર કરવો પડશે, જો તમે નશો કરો છો તો શનિ દંડિત કરી શકે છે. કોઈ સ્કેન્ડલમાં નામ આવી શકે છે. તેથી સતર્ક રહો અને ખોટા કામોથી દૂર રહો.


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.