Shaniwar ke Upay: શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની આરાધના કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ શનિવારે વિધિ વિધાનથી શનિ મહારાજની પૂજા કરે છે તેના જીવનની બધી જ સમસ્યાઓ દૂર થવા લાગે છે. શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે તેથી શનિદેવને ન્યાયાધીશની ઉપાધિ પણ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં કરશે પ્રવેશ, 7 એપ્રિલથી 3 રાશિના લોકોને થશે લાભ જ લાભ


જોકે કેટલાક લોકોને શનિદેવના પ્રકોપનો સામનો પણ કરવો પડતો હોય છે. શનિની ઢૈયા કે સાડાસાતી ચાલતી હોય તો વ્યક્તિને આર્થિક, શારીરિક, માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં શનિદોષને દૂર કરવા માટે શનિવારના દિવસે કેટલાક ઉપાય ભૂલ્યા વિના કરી લેવા જોઈએ. શનિવારે આ ઉપાય કરી લેવાથી જીવનમાંથી સમસ્યાઓ દૂર થવા લાગે છે. 


શનિવારે કરવાના ચમત્કારી ઉપાય


આ પણ વાંચો: સવારે ઘરમાં ઝાડુ કરો ત્યારે બોલવી આ લાઈનો, આ કામ કરનારનું રાતોરાત બદલી જાય છે જીવન


પીપળાની પૂજા


શનિવારના દિવસે સૂર્યોદય પહેલા પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. શનિવારે સવારે પીપળાના ઝાડમાં પાણી અર્પણ કરો અને પછી તેલનો દીવો કરો. દર શનિવારે આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.


શનિવારનું દાન


શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શનિવારે કાળા તલ, છત્રી, સરસવનું તેલ, કાળી અડદની દાળ કે પછી ચપ્પલનું દાન કરવું જોઈએ. તેનાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે.


આ પણ વાંચો:  Astro Tips: માથાના વાળ કપાવવા માટે આ દિવસો સૌથી અશુભ, કંગાળ કરી દેશે તમારી ભૂલ!


લોઢાનો દીવો કરો


કહેવાય છે કે લોઢાની ધાતુમાં શનિદેવનો વાસ હોય છે. તેવામાં શનિવાર અને મંગળવારના દિવસે લોઢાથી બનેલા કોડીયામાં સરસવના તેલનો દીવો કરવો જોઈએ. આમ કરવાથી જીવન પર આવનાર સંકટ ટળી જાય છે.


આ પણ વાંચો: આ બે રાશિના લોકો ધ્યાન નહીં રાખે તો ભુક્કા બોલાવી દેશે શુક્ર, સંકટથી બચવા કરો આ કામ


લવિંગનો દીવો


શનિવારે દીવો કરો ત્યારે તેમાં લવિંગ ઉમેરી દેવું જોઈએ. આ રીતે દીવો કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક લાભ સતત થતો રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)