Shani Dev: શનિદેવ થયા આ 4 રાશિવાળા પર મહેરબાન, માર્ચ 2025 સુધી આપ્યું અપાર સફળતાનું વરદાન
Astrology Predictions: વૈદિક જ્યોતિષ મુજબ શનિનું જાગરણ 15 ઓગસ્ટના રોજ કુંભ રાશિમાં થયું છે. જાગૃત અવસ્થા એ હોય છે જ્યારે કોઈ પણ ગ્રહ 1થી 10 ડિગ્રી વચ્ચે અને પતોાની વિષમ રાશિમાં હોય છે. કુંભ રાશિમાં શનિ હવે 29 માર્ચ 2025 સુધી રહેશે.
Shani Dev: વૈદિક જ્યોતિષમાં શનિ સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ ગણાય છે. ગ્રહ મનુષ્યના જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વૈદિક જ્યોતિષમાં શનિ ન્યાયપ્રીય ગ્રહ છે. તે વ્યક્તિના કર્મોનો દાતા છે. ખગોળીય દ્રષ્ટિથી તે સૌથી બહારનો ગ્રહ છે અને તે ત્રણ વલયોથી ઘેરાયેલો છે. તેના નવ ચંદ્રમા છે.
શનિ દરેક રાશિમાં અઢી વર્ષ રહે છે અને તમામ રાશિઓમાં તેને ચક્ર પૂરું કરતા લગભગ 30 વર્ષનો સમય લાગે છે. શનિને સૂર્યની આજુબાજુ એક ચક્કર પૂરું કરવામાં લગભગ 29.5 વર્ષ લાગે છે. શનિ એક અનુશાસન અને જવાબદારીનો ગ્રહ છે. તે સંરચના, આકરી મહેનત અને લાંબા ગાળાના લક્ષ્યોને નિયંત્રિત કરે છે. આ ગ્રહ જ્ઞાન, પરિપકવતા, અને ધૈર્ય તથા પડકારો સામે લડવાથી મળેલા સબકનું પ્રતિક છે.
ગ્રહ સમયાંતરે જાગૃત અને ઉદય અવસ્થામાં પ્રવેશ કરે છે જે જીવનના તમામ સ્વરૂપો અને સંપૂર્ણ પૃથ્વી ગ્રહને પ્રભાવિત કરે છે. વૈદિક જ્યોતિષમાં શનિનું પ્રમુખ સ્થાન છે. તે અનુશાસન, જવાબદારી, પ્રતિબંધ, સંરચના, દ્રઢતા, સહનશક્તિ, પરિપકવતા, જ્ઞાન, કડક મહેનત, મહત્વકાંક્ષાઓ અને કર્મપાઠનું પ્રતિક છે. શનિના કુભમાં એક્ટિવ હોવાની અસર તમામ 12 રાશિઓ પર થશે પરંતુ 4 રાશિઓને અપાર ધન, સફળતા, માન સન્માન અને પ્રગતિનું વરદાન મળશે. જાણો કઈ રાશિઓ રહેશે ભાગ્યશાળી....
મેષ
જાગૃત અવસ્થામાં શનિ પોતાની જ રાશિમાં ગોચર કરીને મષ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે શનિ કર્મભાવના સ્વામી તરીકે કાર્ય કરતા લાભ ભાવમાં સ્થિત છે. આ દરમિયાન તમારી મનોકામનાઓ પૂરી થશે. તમને નોકરીમાં પ્રમોશન મલી શકે છે. તમારી મનગમતી જગ્યા પર ટ્રાન્સફર થઈ શકે છે. આ સમયગાળામાં તમારા મોટાભાગના કામ પૂરા થઈ જશે અને કોઈ પણ ક્ષેત્રમાં લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દા ઉકેલાશે. અગાઉ કરેલું રોકાણ હવે ફળ આપશે અને મેષ રાશિના જાતકોને લાભ થશે. જે લોકો બેરોજગાર છે તેમને કોઈ નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે શનિનું જાગૃત થવું ખુબ શુભ રહેશ. તમારી રાશિના સ્વામી શુક્ર સાથે મિત્રતા ધરાવે છે આથી વૃષભ રાશિના જાતકો માટે આ સ્થિતિઓ એકદમ અદભૂત છે. આ સાથે જ શનિએ તમારી ગોચર કુંડળીમાં શશ રાજયોગ અને કેન્દ્રીય ત્રિકોણ રાજયોગનું નિર્માણ કર્યું છે. તેનાથી તમારા તમામ કામ પૂરા થઈ જશે. શનિ વૃષભ રાશિવાળાને અચાનક ધન લાભ અને સંપત્તિમાં વૃધ્ધિના આશીર્વાદ આપશે. તમારા અટકેલા કામ પૂરા થશે. પહેલાથી ક્યાંક નોકરી કરી રહેલા જાતકોને નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. તમારા ભાગ્યમાં વધારો થશે અને તમામ ક્ષેત્રે સફળતા મળશે.
મિથુન
શનિનું જાગૃત થવું એ મિથુન રાશિવાળા માટે શુભ પરિણામ લઈને આવશે. કારણ કે શનિ તમારી રાશિના સ્વામી બુધ સાથે મિત્રતા ધરાવે છે. તમારી જન્મકુંડળીમાં શનિ પણ ભાગ્યભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ભાવમાં શનિ શક્તિશાળી થઈ જાય છે. આ દરમિયાન તમારું ભાગ્ય ચમકી શકે છે. તમારી મનોકામના પૂરી થઈ શકે છે. તમે મુસાફરી પણ કરી શકો છો અને જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું લક્ષ્ય રાખી રહ્યા છે તેમને તેમાં સફળતા મળશે.
તુલા
શનિનું કુભ રાશિમાં જાગૃત થવું તુલા રાશિના જાતકો માટે ખુબ શુભ પરિણામ લાવી રહ્યું છે. શનિ પોતાની ગોચર કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યો છે. આ સાથે જ તે સુખ સંસાધનનો સ્વામી બનીને પંચમ ભાવમાં રહેલો છે. તમે તમારી સંપત્તિમાં વધારો કરતા કોઈ સંપત્તિ કે વાહન ખરીદી શકો છો. તુલા રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. શોધ, વિજ્ઞાન અને ટેક્નોલોજી કે ચિકિત્સા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને અપાર સફળતા મળી શકે છે. આ સાથે જ જાતકોને માન સન્માન અને પ્રતિષ્ઠા મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)