Shanidev Upay: શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મ અનુસાર ફળ આપનાર કહેવાયા છે. વ્યક્તિના સારા અને ખરાબ કર્મનો હિસાબ શનિદેવ રાખે છે. વ્યક્તિને તેના કર્મ અનુસાર જ શનિદેવ ફળ આપે છે. પરંતુ જો શનિદેવ નારાજ થઈ જાય કે તેમની વક્ર દ્રષ્ટિ કોઈ પર પડે તો તેનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય છે. વ્યક્તિના જીવનમાં એક પછી એક અપ્રિય ઘટનાઓ બનવા લાગે છે. વ્યક્તિ શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાથી ઘેરાઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 4 શુભ યોગમાં ઉજવાશે દેવશયની એકાદશી, માં લક્ષ્મીની કૃપાથી 4 રાશિઓની રોજ વધશે આવક


જો તમારા જીવનમાં પણ શનિ સંબંધિત સમસ્યાઓ ચાલી રહી હોય તો તમે શનિવારે એક સરળ કામ કરીને જીવનની મોટામાં મોટી સમસ્યાનું પણ સમાધાન લાવી શકો છો. શનિદેવ નારાજ હોય, સાડાસાતી ચાલતી હોય કે વક્રી શનિના કારણે ખરાબ સમય ચાલતો હોય શનિવારે સૂર્યાસ્ત પછી આ કામ કરી લેવાથી સમસ્યાઓ દુર થશે અને લાભ મળવા લાગે છે. 


શનિવારના ચમત્કારી ઉપાયો


આ પણ વાંચો: બસ 15 જ દિવસમાં માલામાલ કરી દેશે તુલસીનો આ અચૂક ઉપાય, શુક્રવારથી કરો શરુઆત


- શનિવારે શનિ યંત્રની પૂજા કરવી. તેનાથી જીવનમાં શનિદેવની કૃપા બની રહે છે. સાથે જ શનિ દેવના ખરાબ પ્રભાવથી મુક્તિ મળે છે. શનિવારે ગરીબોને યથાશક્તિ દાન કરવું અને કાળી ગાયને અડદ અને કાળા તલ ખવડાવવા.


- શનિવારે સવારે પીપળાના ઝાડમાં જળ અર્પણ કરવું અને ઓમ શં શનૈશ્ચરાય નમ: મંત્રનો જાપ કરવો. સાથે જ પીપળાના ઝાડની સાત પરિક્રમા  કરવી.


આ પણ વાંચો: ગુરુના રાશિ પરિવર્તનથી બન્યો કુબેર રાજયોગ, વર્ષ 2025 સુધી જલસા કરશે આ રાશિના લોકો


- જો તમારા પર કરજ વધી રહ્યું હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે શનિવારે કાળી ગાયને બુંદીના લાડુ ખવડાવી તેની કંકુ-ચોખા લગાડી પૂજા કરો. 


- જીવનમાં શનિ કૃપા જળવાઈ રહે તેવી ઈચ્છા હોય તો શનિવારે લોઢાના પાત્રમાં સરસવનું તેલ ભરી તેમાં પોતાનો ચહેરો જોઈ પાત્ર સહિત તેલ દાન કરી દો.


આ પણ વાંચો: થાળીમાં રોટલી પીરસતી વખતે કે કોઈને આપતી વખતે ન કરો આ ભુલ, છીનવાઈ જશે પરિવારની ખુશીઓ


- શનિવારે સૂર્યાસ્ત પછી પીપળાના ઝાડ નીચે સરસવના તેલના 9 દીવા કરો અને ઝાડની પરિક્રમા કરો. તેનાથી નોકરી-વેપારમાં આવતી સમસ્યા દુર થાય છે.


- આ સિવાય શનિવારે ગુપ્ત રીતે કાળા તલ, અડદ, ગોળ, તેલ, કાળા વસ્ત્ર કે લોઢાની વસ્તુનું દાન કરો. આ દાન નિસ્વાર્થ ભાવથી અને ગુપ્ત રીતે કરવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)