Shani Gochar 2023: 30 વર્ષ બાદ શનિ ગોચરથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, 2025 સુધી થશે લાભ
Saturn Transit 2023: જ્યોતિશ શાસ્ત્ર અનુસાર શનિ દેવ વર્ષની શરૂઆતમાં પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કરી ચુક્યા છે. શનિએ કુંભ રાશિમાં 30 વર્ષ બાદ પ્રવેશ કર્યો છે. વર્ષ 2025 સુધી કેટલીક રાશિના જાતકોને વિશેષ ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે.
નવી દિલ્હીઃ Shani Ka Kumbh Mein Pravesh: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ દેવે 17 જાન્યુઆરીએ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. શનિનો પોતાની રાશિ કુંભમાં પ્રવેશથી ઘણી રાશિના જાતકો પર તેનો શુભ પ્રભાવ જોવા મળશે. નોંધનીય છે કે કુંભ રાશિ શનિ દેવની મૂળ ત્રિકોણ અને સ્વરાશિ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે શનિ દેવ કુંભ રાશિમાં શુભ પ્રદાન કરે છે. શનિના કુંભમાં ગોચર કરવાથી ઘણી રાશિના જાતકોને ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ રાશિ વિશે...
મકર રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના જાતકો માટે 2025 સુધીનો સમય ખુબ શુભ રહેવાનો છે. આ ગોચર આ જાતકો માટે શુભ સાબિત થશે. નોંધનીય છે કે શનિ દેવ તમારા લગ્નના સ્વામી થઈે ધન ભાવ પર બિરાજમાન છે. તેવામાં તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે. આ દરમિયાન તમારી આવક વધશે. વાણીમાં પ્રભાવ જોવા મળશે, જેનાથી લોકો તમારાથી ઇમ્પ્રેસ થશે. આ સમયે તમે પહેલાથી વધુ મજબૂત, પ્રખર અને આત્મવિશ્વાસી બનશો. આ સમયે કોઈ વાહન કે પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો. કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને આવકમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. વેપારીઓ માટે આ સમય અનુકૂળ છે.
આ પણ વાંચોઃ બુધ ગ્રહે કર્યો મેષ રાશિમાં પ્રવેશ, આ 4 રાશિઓના કરિયરને મળશે વેગ, વધશે કમાણી
ધન રાશિ
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. આ રાશિના જાતકોને કુંભમાં શનિના ગોચરથી સાડા સાતીમાંથી મુક્તિ મળી ગઈ છે. તો આ રાશિના ત્રીજા ભાવમાં શનિ ગોચર થવા જઈ રહ્યાં છે. અહીં શનિ મજબૂત સ્થિતિમાં છે. તેવામાં તમને વિદેશોથી લાભ થઈ શકે છે. જમીન કે પ્રોપર્ટીની ખરીદી-વેચાણથી લાભ મળશે. વેપારમાં નવા ઓર્ડરથી ધનલાભ થશે.
મિથુન રાશિ
શનિનું કુંભમાં ગોચર મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ હશે. આ રાશિના જાતકોને શનિ ગોચરથી પનોતીમાંથી મુક્તિ મળી ગઈ છે. નોંધનીય છે કે શનિ આ રાશિના અષ્ટમ ભાવનો સ્વામી થઈને નવમ ભાવમાં બિરાજમાન છે. તેવામાં તમને ભાગ્યનો સાથ મળશે. અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આ સમયમાં કામ-કારોબારના સંબંધમાં યાત્રા થઈ શકે છે. તો વિદેશ રહીને અભ્યાસ કરવાની ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ જ્યોતિષની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube