શનિ મૂળ ત્રિકોણ રાશિમાંથી જતા જતા આ રાશિવાળાને બનાવશે માલમાલ, સુખ-સમૃદ્ધિમાં આળોટશો, ધનની રેલમછેલ
કર્મફળ દાતા શનિ હાલ પોતની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. જે માર્ચ 2025 સુધી ત્યાં રહેશે અને પછી બીજી રાશિમાં ગોચર કરશે. ત્યાં સુધી આ રાશિવાળાને ખુબ લાભ મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
કર્મફળદાતા શનિ સૌથી ક્રુર ગ્રહોમાંથી એક ગણાય છે. શનિ જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ નવગ્રહમાંથી સૌથી મહત્વપૂર્ણ ગ્રહોમાંથી એક છે. શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેને સાડા સાતી અને ઢૈય્યાના હક મળેલા છે. આવામાં દરેક રાશિના જાતકોના જીવમાં એકવાર ચોક્કસ શનિના પ્રકોપનો સામનો કરવાનો વારો આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. જ્યાં તે પંચ મહાપુરુષ યોગમાંથી એક એવા શશ રાજયોગનું નિર્માણ કરે છે. આ રાશિમાં શનિ વર્ષ 2025ના માર્ચ સુધી રહેશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ શનિનું પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં રહેવાથી કેટલીક રાશિના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવી શકે છે. ભૌતિક સુખોની પ્રાપ્તિની સાથે કૌટુંબિક કલેશમાંથી છૂટકારો મળી શકે છે. જાણો શનિ કુંભ રાશિમાંથી જતા જતા કોનું ભાગ્ય ચમકાવતા જશે.
વૃષભ રાશિ
આ રાશિના દસમા ભાવમાં શનિ બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. માર્ચ 2-25 સુધી આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ બની રહ્યા છે. આ સાથે જ આકસ્મિક ધનલાભના યોગ છે. વ્યવસાયિક જીવનમાં પણ ખુબ સફળતા મેળવી શકો છો. વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સારા સંબંધ રહેશે. આ સાથે જ વિદેશ જવાનો પ્રયત્ન કરતા જાતકોને સફળતા મળી શકે છે. કામના મામલે અનેક મુસાફરીઓ કરવી પડી શકે છે. વેપારમાં તમારા દ્વારા થયેલા પ્રયત્નોને ઘણો લાભ મળી શકે છે. બેરોજગારોને જલદી નોકરી મળી શકે છે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થઈ શકો છો.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે પણ શનિનું કુંભમાં રહેવું લાભકારી નીવડી શકે છે. આ રાશિના સાતમા ભાવમાં શનિ ગ્રહ બીરાજમાન છે. આવામાં માર્ચ 2-25 સુધી આ રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. વેપારમાં ખુબ નફો અને ઉન્નતિ થવાના યોગ છે. તમારા દ્વારા વેપારમાં થઈ રહેલી મહેનતનું તમને ફળ જરૂરથી મળશે. આ સાથે જ તમે તમારા વેપારનો વિસ્તાર કરી શકો છો. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. આ સાથે જ દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઈ શકે છે. કોઈ બેંકમાં લોન માટે અરજી કરી હશે તો તેમાં પણ સફળતા મળી શકે છે. શનિ તમારી રાશિમાં ખુબ મજબૂત જણાઈ રહ્યા છે અને આવામાં સિંહ રાશિના જાતકો પર શનિદેવ હંમેશા મહેરબાન જોવા મળશે.
તુલા રાશિ
આ રાશિમાં કેન્દ્ર અને ત્રિકોણ ભાવના સ્વામી થઈને પંચમ ભાવમાં બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકો માટે પણ શનિ ખુશીઓ લાવી શકે છે. સંતાન સુખની પ્રાપ્તિના યોગ જોવા મળી રહ્યા છે. આ સાથે જ જે દંપત્તિ લાંબા સમયથી સંતાનની ઈચ્છા કરી રહ્યા છે તેમને પણ સફળતા મળશે. શનિની કૃપાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. વિવાહના યોગ પણ બની રહ્યા છે. નોકરીયાત જાતકોની વાત કરીએ તો નોકરીમાં ફેરફાર થઈ શકે છે. પદોન્નતિની સાથે સારો પગાર મળી શકે છે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે. આ સાથે જ ભવિષ્ય માટે ધન બચાવવામાં સફળ થઈ શકો છો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)