નવી દિલ્હીઃ  વૈદિક જ્યોતિષ પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શનિ દેવ હોળી બાદ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્વેશ કરવા જઈ રહ્યાં છે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર પર ગુરૂ ગ્રહનું આધિપત્ય છે. તેવામાં શનિનો ગુરૂના નક્ષત્રમાં પ્રવેશ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સાથે આ સમયમાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આવો જાણીઓ તે કઈ રાશિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકર રાશિ
તમારા લોકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિના સ્વામી છે. સાથે તે તમારા ધન ભાવ પર ભ્રમણ કરી રહ્યાં છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. આ સાથે સમાજમાં તમારૂ સન્માન વધશે અને કારોબારમાં સારો નફો મેળવશો. આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે. જેનાથી લોકો તમારાથી પ્રભાવિત થશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ દરમિયાન તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. 


મેષ રાશિ
તમારા લોકો માટે શનિ દેવનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી ગોચર કુંડળીના 11માં ભાવ પર ભ્રમણ કરી રહ્યાં છે. તેથી આ સમયે તમારી આવકમાં વધારો થઈ શકે છે. આ દરમિયાન તમને પૈસા કમાવાની તક મળશે અને તમે બચત પણ કરી શકશો. આ સમયમાં તમને શેર બજાર, સટ્ટા અને લોટરીથી નાણાકીય લાભ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ 8 દિવસ બાદ સૂર્ય આ જાતકો પર વરસાવશે પોતાની કૃપા, સમાજમાં માન-સન્માન વધશે


વૃષભ રાશિ
શનિદેવનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર ગ્રહણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને કામ-કારોબારમાં સારી સફળતા મળી શકે છે. સાથે આ દરમિયાન બેરોજગારોનો કોઈ નવી નોકરી મળી શકે છે. તો નોકરી કરનાર અને વેપારીઓનો લાભ થશે અને ઘણા અધુરા કાર્યો ગ્રહોના શુભ પ્રભાવથી સંપન્ન થશે. સાથે આ સમયે તમારો પિતાની સાથે સંબંધ સારો રહેશે. જે લોકો નોકરી કરે છે તેને આ સમયે કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે.