2024માં શનિ દેવનું તાંબાના પાયે ભ્રમણ આ 3 રાશિવાળાને પૈસાદાર બનાવશે, લખલૂટ ધન-સંપત્તિ આવશે
Shani Transit in Kumbh: વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ 2024માં તાંબાના પાયે ચાલવાનું શરૂ કરશે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી જશે....
Shani Dev Transit In Aquarius: નવું વર્ષ શરૂ થવામાં 9 દિવસનો સમય બચ્યો છે. આવામાં દરેક વ્યક્તિના મનમાં એક સવાલ ઉભો થાય છે કે આવનારો સમય તેમના માટે કેવો રહેશે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષ કર્મફળ દાતા શનિ દેવ સંપૂર્ણ રીતે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આ સાથે જ તેઓ ચાંબાના પાયે ચાલવાનું શરૂ કરશે. જેનાથી 2024માં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. આ લકી રાશિઓ કઈ છે તે ખાસ જાણો...
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોની ગોચર કુંડળી પર શનિદેવ તાંબાના પાયે ભ્રમણ કરશે. જેનાથી તમને કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ શનિદેવ તમારી રાશિથી 2024માં દશમ ભાવ પર સંચરણ કરશે. જેનાથી બેરોજગારોને નોકરીની તકો મળી શકે છે. આ સાથેજ તમારી આવકમાં વધારો થઈ શકે છે. પરિવારમાં પણ લોકો સાથે સંબંધ પ્રેમભર્યા રહેશે અને તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સાથે જ જે લોકો નોકરીયાત છે તેમને નોકરીમાં પ્રમોશન અને ઈન્ક્રિમેન્ટ થઈ શકે છે.
કન્યા રાશિ
શનિ દેવનું તાંબાના પાયે સંચરણ કરવું કન્યા રાશિના જાતકોને શુભ સાબિત થઈ શકે છે. કારણ કે એક તો શનિદેવ તમારી રાશિના સ્વામી બુધ ગ્રહના મિત્ર છે. આ સાથે જ શનિ દેવ 2024માં આખુ વર્ષ તમારી રાશિના છઠ્ઠા ભાવ પર ભ્રમણ કરશે. આથી આ સમય તમને કોર્ટ કચેરના કેસોમાં સફળતા મળી શકે છે. આ સાથે જ તમે શત્રુ પર વિજય મેળવવામાં સફળ રહેશો. આ સમય દરમિયાન કારોબાર અને સંપત્તિમાં વધારો થશે અને તમે કોઈ નવો બિઝનેસ આ સમય દરમિયાન શરૂ કરી શકો છો.
કુંભ રાશિ
તમારા માટે શનિદેવનું તાંબાના પાયે ચાલવું લાભદાયક થઈ શકે છે. કારણ કે એક તો શનિદેવ તમારી રાશિથી લગ્નભાવ પર ભ્રમણ કરી રહ્યા છે. આ સાથે જ તમારી રાશિના સ્વામી છે. આથી આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. જો તમારો વેપાર લોઢું, ઓઈલ, ખનિજ, પેટ્રોલ અને કાળી વસ્તુઓ સંલગ્ન છે તો તમને સારો લાભ થઈ શકે છે. તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદવા માંગતા હોવ તો ખરીદી શકો છો. આ સાથે જ આ સમયમાં તમે જે પણ રોકાણ કરશો તેમાં તમને આગળ જઈને લાભ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube