જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ સમયાંતરે વક્રી અને માર્ગી થાય છે. જેનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર પડે છે. અત્રે જણાવવાનું કે કર્મફળના દાતા શનિદેવ 30 જૂનના રોજ વક્રી થવા જઈ રહ્યા છે. શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થશે. જેનાથી કેટલીક રાશિઓનો ગોલ્ડન સમય શરૂ થઈ શકે છે. આ સાથ તેમની ધન સંપત્તિમાં પણ છપ્પરફાડ વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ કઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
તમારા માટે શનિદેવનું વક્રી થવું એ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી નવમ ભાવ પર વક્રી થવા જઈ રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. વ્યવસાયિક મોરચે થોડી સમજદારીથી કામ કરશો તો સારો નફો થશે. કરિયરમાં તમારા માટે નવી નોકરીના સારા પ્રસ્તાવ આવી શકે છે. દેશ વિદેશનો પ્રવાસ કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે સમય શુભ સાબિત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. 


તુલા રાશિ
શનિદેવના ઉલ્ટી ચાલ ચાલવાથી તુલા રાશિવાળાને ફાયદો થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુડળીના પંચમ ભાવ પર વક્રી થવા જઈ રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સમયે તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થશે. છેલ્લા કેટલાક સમયથી જે કાર્યો તમારા અટકી પડ્યા હતા તે પણ પૂરા થશે. બિઝનેસમાં અનેક નવી ડીલ થવાથી પ્રગતિ થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. 


મેષ રાશિ
શનિદેવનું વક્રી થવું એ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીના આવક ભાવ પર વક્રી થવા જઈ રહ્યા છે. તમારા આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. અનેક સોર્સથી આવક મેળવવામાં સફળ રહેશો. શેરબજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે. જે લકો કેટલાક દિવસથી નવી નોકરી શોધી રહ્યા હશે તેમની મનોકામના પૂરી થઈ શકે છે. જૂના રોકાણથી લાભ થશે. સંતાન સંલગ્ન કોઈ શુભ સમાચાર મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)