Shani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશે
Shani Transit : સમયાંતરે ગ્રહ ગોચર થતું રહે છે અને તેની અસર તમામ રાશિઓ પર પડે છે. શનિના કુંભ રાશિમાં ગોચર દરમિયાન પહેલીવાર એવું બન્યું છે કે શનિ શુભ ફળ આપવાની સ્થિતિમાં છે. ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં શનિનું આવવું એ અત્યંત શુભ ફળવાળું ગણાય છે.
Shani Transit : જ્યોતિષ શાસ્ત્ર મુજબ કર્મફળદાતા અને ન્યાયના દેવતા ગણાતા શનિ ગ્રહના રાશિ કે નક્ષત્ર પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર અસર પડતી હોય છે. શનિ નવગ્રહમાંથી એક એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિથી ચાલે છે. તેને એક રાશિમાંથી બીજી રાશિમાં જતા લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને વર્ષ 2025 સુધી આ રાશિમાં રહેશે. પરંતુ શનિ સમયાંતરે સ્થિતિમાં ફેરફાર કરે છે અને નક્ષત્ર પરિવર્તન પણ કરે છે.
નક્ષત્ર ગોચર
શનિદેવ 6 એપ્રિલના રોજ નક્ષત્ર પરિવર્તન કરીને દેવગુરુના નક્ષત્ર પૂર્વભાદ્રપદમાં ગોચર કરી ચૂક્યા છે. તેઓ 3 ઓક્ટોબર 2024 સુધી આ નક્ષત્રમાં રહેશે. અત્યાર સુધી તેઓ શતભિષા નક્ષત્રમાં હતા. આવામાં એપ્રિલની શરૂઆત સુધી રાહુ અને શનિ મળીને અનેક રાશિના જાતકોના જીવનમાં ધમાલ મચાવી ચૂક્યા છે.
શનિ શુભ ફળ આપવાની સ્થિતિમાં
શનિના કુંભ રાશિમાં ગોચર દરમિયાન પહેલીવાર એવું બન્યું છે કે શનિ શુભ ફળ આપવાની સ્થિતિમાં છે. ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં શનિનું આવવું એ અત્યંત શુભ ફળવાળું ગણાય છે. ભાદ્રપદનો અર્થ છે શુભ પગવાળા એટલે કે જેના પગલાં કુંડળીમાં પડતા જ શુભ થાય છે. આવામાં ગુરુ જે જે ભાવના સ્વામી હશે તે તમામ ભાવના શુભ ફળ તમને મળશે. જાણો આગામી 6 મહિના કોના માટે સારા રહેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના સ્વામી શુક્ર છે અને તેમનો શનિ સાથે મિત્રતા ભાવ છે. આવામાં શનિનું નક્ષત્ર પરિવર્તન કરવું આ રાશિના જાતકો માટે પ્રબળ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આવામાં આ રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં ખુબ લાભ મળી શકે છે. નોકરીયાતોને તેમના કામની પ્રશંસા થશે. આ સાથે જ તમારા કામને જોઈને ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થઈ શકે છે. આવામાં તમને પ્રગતિની સાથે પદોન્નતિ પણ થઈ શકે છે.
આ રાશિમાં શનિની સાડા સાતી પણ નથી
કાર્યક્ષેત્રમાં ખુબ ઉન્નતિ જોવા મળી શકે છે. આ રાશિમાં શનિની સાડા સાતી પણ નથી. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે ધન સંપત્તિમાં વધારો થશે. દશમ ભાવને કરિયર ગણવામાં આવે છે. આવામાં શનિની કૃપા હંમેશા જળવાઈ રહેશે. કાર્યો ગતિ પકડશે. આ સાથે જ અટકેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. આધ્યાત્મ તરફ ઝૂકાવ વધશે. જેથી કરીને અનેક મુશ્કેલીઓથી છૂટકારો મળી શકશે. પરિવાર સાથે સારો સમય વિતશે. ભૌતિક સુખમાં વધારો થશે. ઘરની સુખ સુવિધાઓ વધારવા માટે ધન ખર્ચ કરશો. વિદેશથી લાભ થશે.
કન્યા રાશિ
શનિના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિના છઠ્ઠા ભાવમાં બિરાજમાન થશે. જે લાભકારી રહેશે. ભાગ્યનો સાથ મળશે. નેગેટિવિટી દૂર થશે. આવામાં તમે કાર્યક્ષેત્રમાં આગળ વધશો. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને થોડા પ્રયાસથી પણ સફળતા મળશે. પરિવાર સાથે સારો સમય વિતશે. આ સાથે જ પરિવારમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ દૂર થશે. કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા મળશે.
ઈન્ટરવ્યુમાં સફળતાના યોગ
વિદ્યાર્થીઓ માટે આ પરિવર્તન ખુબ લાભકારી સિદ્ધ થશે. પરીક્ષા, ઈન્ટરવ્યુમાં સફળતાના યોગ છે. યોગ્ય રીતે તૈયાર કરજો. લવ લાઈફની વાત કરીએ તો સારી રહેશે. જલદી લગ્નના બંધનમાં બંધાઈ શકો છો. દાંપત્ય જીવનમાં પણ પ્રેમ અને સૌભાગ્ય વધશે. વેપારની વાત કરીએ તો બિઝનેસમાં થયેલી હાનિમાંથી બહાર આવશો અને કોઈ સારો બિઝનેસ પાર્ટનર મળશે. તેનાથી ધનલાભ થશે. નોકરીયાતોની પ્રગતિ થશે અને પદોન્નતિ થશે.
સિંહ રાશિ
શનિ સાતમાં ભાવમાં છે. આવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. વેપારમાં ઉન્નતિ જોવા મળશે. પાર્ટનરશીપમાં કરાયેલા બિઝનેસમાં ખુબ લાભ મળી શકે છે. અપરણિતોને લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. સમાજમાં માન સન્માન વધશે. દાંપત્ય જીવનમાં લાંબા સમયથી ચાલતી પરેશાનીઓ દૂર થશે અને એકવાર ફરીથી લગ્નજીવનમા ખુશહાલી આવશે.
કૌટુંબિક સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે
આકસ્મિક ધનલાભના ચાન્સ છે. બચત કરવામાં સફળ થઈ શકશો. આ સાથે જ વાહન, પ્લાન્ટ, સંપત્તિ ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. કૌટુંબિક સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કામ થવાના યોગ બની રહ્યા છે. નોકરીયાત લોકોને પણ લાભ મળશે. લાંબા સમયથી કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થશે. આ સાથે જ નવી નોકરીની અનેક તકો મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube