જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા કહેવામાં આવે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ 29 જૂનના રોજ સ્વરાશિ કુંભમાં વક્રી થવા જઈ રહ્યા છે. તેઓ લગભગ 135 દિવસ સુધી વક્રી ચાલ ચલશે. જેનાથી 3 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જશે. આ સાથે જ કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંભ રાશિ
તમારા માટે શનિદેવનું વક્રી થવું ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી લગ્નભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સાથે જ મોટા લોકો સાથે સંબંધ બનશે. નોકરીયાતોને કોઈ મોટી સફળતા મળશે. અનેક શાનદાર તકો મળશે. પરિણીત લોકોનું જીવન શાનદાર રહેશે. પાર્ટનરશીપમાં લાભ થશે. 


કન્યા રાશિ
શનિદેવ વક્રી થવાથી કન્યા રાશિના જાતકોને લાભ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિના છઠ્ઠા ભવમાં વક્રી થવા જઈ રહ્યા છે. આથી આ દરમિયાન તમને કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળશે. શત્રુઓ પર વિજય મેળવશો. આ સમયગાળા દરમિયાન તમારા કૌટુંબિક જીવનમાં સુખ શાંતિનો અનુભવ થશે. પરિણીત જાતકો માટે ખુબ ફાયદાકારક સમય રહેશે. નોકરીયાતોને પ્રમોશનના યોગ છે. કાર્યક્ષેત્રે મોટું પદ મળી શકે છે. 


વૃષભ રાશિ
તમારા માટે શનિદેવની ઉલ્ટી ચાલ ખુબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ  તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર વક્રી ચાલ ચલશે. આથી આ સમય દરમિયાન કામ કારોબારમાં પ્રગતિ થશે. કાર્યક્ષેત્રે તમને કોઈ મોટું પદ મળી શકે છે. આ સાથે જ તમારી લોકપ્રિયતામાં વધારો જોવા મળશે. જે વેપારી વર્ગ છે તેમને સારો ધનલાભ થઈ શકે છે અને વેપારનો વિસ્તાર થઈ શકે છે. નોકરીયાતોને પદોન્નતિ થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube