Shani Gochar 2025: નવા વર્ષમાં ચાંદીના પાયે ચાલશે શનિ, 3 રાશિને થશે બંપર લાભ, આ તારીખ પછી ભાગ્ય રાતોરાત પલટી મારશે
Shani Gochar 2025: કર્મફળના દાતા શનિદેવ વર્ષ 2025 માં કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં ગોચર કરશે. નવા વર્ષમાં શનિ ચાંદીનો પાયો ધારણ કરશે. જેના કારણે 3 રાશિના લોકોને બંપર લાભ થશે.
Shani Gochar 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ ગ્રહ એક રાશિમાં નિશ્ચિત સમય સુધી ગોચર કરે છે. નવ ગ્રહનો રાશિ પરિવર્તનનો સમય નક્કી હોય છે. વર્ષ 2025 માં અઢી વર્ષ પછી કર્મ અનુસાર ફળ આપનાર શનિદેવ રાશિ પરિવર્તન કરશે. 29 માર્ચ 2025 ના રોજ કુંભ રાશિમાંથી નીકળી શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. વર્ષ 2025 માં શનિ ચાંદીનો પાયો ધારણ કરશે. શનિ ચાંદીના પાયે ચાલશે તેના કારણે 3 રાશિ માટે આ ગોચર શુભ સાબિત થશે.
આ પણ વાંચો:Weekly Horoscope: કર્ક અને મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું ભાગ્યશાળી
શનિ કેટલા પાયા ધારણ કરે ?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ દ્વારા જ્યારે કોઈ રાશિમાં પ્રવેશ કરવામાં આવે ત્યારે લગ્ન ઉદયથી ચંદ્રની સ્થિતિ અનુસાર તે પાયો ધારણ કરે છે. શનિના ચાર પાયા હોય છે. સોનુ, ચાંદી, લોઢું અને તાંબુ. વર્ષ 2025 માં શનિ ગ્રહ બૃહસ્પતિની સ્વામિત્વ વાળી રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન ઉદય લગ્નથી બીજા ચરણમાં ચંદ્ર પાંચમા અને નવમા ઘરમાં શનિ હોવાથી તે ચાંદીનો પાયો ધારણ કરશે.
ચાંદીના પાયે આ 3 રાશિને લાભ કરાવશે શનિ
આ પણ વાંચો: રાશિચક્રની કઈ કઈ રાશિઓ પર હંમેશા રહે છે મહાલક્ષ્મીની કૃપા ? ચેક કરી લો તમારી રાશિ
વૃશ્ચિક રાશિ
શનિ દ્વારા ચાંદીનો પાયો ધારણ કરવાથી આ રાશિના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. નોકરી કરતા લોકો માટે સારો સમય. ધન લાભના યોગ બની શકે છે. કરિયર અને વેપારમાં પ્રગતિ થવાની સંભાવના. ઘર પરિવારમાં લોકોનો સહયોગ મળશે. બગડેલા કામ પુરા થશે મહેનતનું ફળ મળશે. નવા કાર્યોમાં રુચિ વધશે.
આ પણ વાંચો: Shaniwar: 5 સરળ ઉપાયથી પ્રાપ્ત થશે શનિ કૃપા, શારીરિક અને આર્થિક કષ્ટ થઈ શકે છે દુર
તુલા રાશિ
પારિવારિક સમસ્યાઓથી છુટકારો મળશે. કરજથી મુક્તિ મળશે. બધા જ કામમાં સફળતા મળવા લાગશે. ઘર કે કાર ખરીદવાનો વિચારી શકો છો. વૈવાહિક જીવન સુખમય રહેશે. જીવનસાથીનો સાથ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે.
આ પણ વાંચો: શુક્ર-મંગળની યુતિ 3 રાશિ માટે અશુભ, સંબંધો માટે કપરો સમય, ચાલુ નોકરી પણ છીનવાઈ શકે
કુંભ રાશિ
કુંભ રાશિ માટે પણ શનિનું ચાંદીના પાયે ચાલવું ઉત્તમ રહેશે. કાર્ય પૂર્ણ થશે અને સમાજમાં માન સન્માન વધશે. આવનારો સમય ઉત્તમ. નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. અચાનક ધન લાભ થઈ શકે છે. મહેનત અને સારા કર્મોનું ફળ મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)