Shani ka Rashi Parivartan 2023 in Kumbh: હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. આ વર્ષે શ્રાવણમાં અધિક માસ પડવાથી આ મહિનો 59 દિવસ સુધી ચાલશે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 4 જુલાઈથી શરૂ થયો છે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. જ્યારે ગુજરાતમાં જોઈએ તો આજે અષાઢ વદ ત્રીજ છે એટલે કે શ્રાવણ મહિનો શરૂ થવાને હજુ થોડા દિવસની વાર છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વર્ષે શ્રાવણમાં એક ખુબ જ ખાસ સંયોગ બની રહ્યો છે. 30 વર્ષ બાદ શનિદેવ શ્રાવણ મહિનામાં પોતાની રાશિ કુંભમાં રહેશે. આવું થાય ત્યારે શ્રાવણ મહિનો ભોલેનાથની સાથે સાથે શનિદેવની કૃપા મેળવવા માટે પણ ખાસ રહે છે. એટલું જ નહીં આખો શ્રાવણ મહિનો શનિદેવ 4 રાશિવાળા પર પોતાની કૃપા વરસાવતા રહેશે. શ્રાવણ મહિનો કોના માટે શુભ રહેશે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિવાળા માટે શ્રાવણ મહિનો શાનદાર રહેશે. આ લોકોને નોકરી-વેપારમાં ખુબ સફળતા મળશે. પ્રમોશન મળી શકે છે. નવી જોબ મળી શકે છે. આ જાતકો માટે 31 ઓગસ્ટ સુધીનો સમય ખુબ માન સન્માન અને પ્રગતિવાળો રહેશે. અપરણિત જાતકોના લગ્ન નક્કી થઈ શકે છે. અટકેલા કામ પાર પડશે. 


મિથુન રાશિ
શ્રાવણ મહિનામાં મિથુન રાશિવાળાને ખુબ લાભ થશે. નોકરીમાં પ્રગતિ થશે. વેપાર સારો ચાલશે. નફો વધશે. લગ્નજીવનમાં ખુશીઓ આવશે. સંતાનની પ્રગતિ થશે. તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. અપરણિત લોકોના વિવાહ નક્કી થઈ શકે છે.


17 ઓગસ્ટ સુધી સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, ધન વર્ષાની પ્રબળ સંભાવના


17 જુલાઈએ બુધ-સૂર્યની યુતિથી સર્જાશે 2 શુભ રાજયોગ, આ રાશિના લોકોનું ચમકી જશે ભાગ્ય


સિંહ રાશિ
સિંહ  રાશિવાળા માટે પણ શ્રાવણ મહિનો શુભ રહેશે. શનિદેવ અને ભોલેનાથ પ્રગતિના દ્વાર  ખોલશે. લાંબા સમયથી અટકેલું પ્રમોશન મળી શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. નવા કામ શરૂ થઈ શકે છે. લગ્નજીવનમાં તણાવ દૂર થઈ શકે છે. 


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા પર શ્રાવણ મહિનામાં શનિ ખુબ કૃપા વરસાવશે. સ્વાસ્થ્ય સારું થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નવી જોબ મળી શકે છે. ઈચ્છિત ટ્રાન્સફર, પ્રમોશન મળી શકે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)