વર્ષ 2025 અનેક રીતે ઉથલપાથલવાળું રહેશે. આવનારા વર્ષ 2025માં અનેક મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરશે. આવામાં શનિ અને રાહુનું પરિવર્તન ખુબ ખાસ રહેશે. કઈ રાશિઓ પર પ્રભાવ પડશે એ પણ જાણવા જેવું છે. સૌથી પહેલા તમને વર્ષ  2025માં થનારા ફેરફારો વિશે જણાવી દઈએ. હાલ શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને 30 વર્ષ બાદ પોતાની રાશિમાં આવ્યા છે. શનિદેવ કુંભ રાશિમાં 17 જાન્યુઆરી 2023થી છે. હવે વર્ષ 2025ની શરૂઆતમાં એટલે કે 29 માર્ચના રોજ શનિ રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં જશે અને ત્યાં અઢી વર્ષ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત કરીએ રાહુની તો રાહુ ગ્રહ હાલ મીન રાશિમાં ગોચર કરે છે અને 18મે 2025માં રાહુ રાશિ પરિવર્તન કરીને શનિની રાશિ કુંભમાં આવશે. આવામાં શનિ પણ ગોચર કરશે, શનિની રાશિમાં રાહુનું જવું એ અનેક રાશિઓને પ્રભાવિત કરશે. જાણો તે રાશિઓ વિશે...


મકર રાશિ
મકર રાશિવાળા માટે તણાવ વધારનારો સમય રહેશે. પરંતુ તમારી સેવિંગ્સ તમારી આર્થિક સ્થિતિ સંભાળી લેશે. બધુ મળીને ભાગ્ય સાથ આપશે પરંતુ તમારે તેના માટે આકરી મહેનત કરવી પડશે. આ સમય દરમિયાન તમારી લાઈફ ખુબ મહત્વપૂર્ણ ફેઝમાંથી પસાર થશે. 


કુંભ રાશિ
કુંભ રાશિ પર આ બંને ગ્રહોની ખુબ અસર પડશે. એક બાજુ સ્વામી ગ્રહ શનિના જવાથી અને માયાવી ગ્રહ રાહુના આવવાથી ઘણી ચીજો બદલાશે. જો તમે કોઈ નવું કામ કરવા માંગતા હોવ તો થોડું સંભાળીને કરજો. રાહુના સમય દરમિયાન તમારે બસ મહેનત કરવાની છે. તમને જો કે આર્થિક લાભ થાય તેવા પણ સંકેત મળે છે. 


મીન રાશિ
મીન રાશિથી રાહુ જશે પરંતુ શનિ આવશે. આવામાં આ રાશિના લોકો માટે મિક્સ સમય રહેશે. શનિ એકબાજુ જ્યાં સફળતાના દ્વાર ખોલે છે ત્યાં રાહુ તમારી સામે અનેક પડકારો લાવશે. તમારે તમારી બુદ્ધિથી કામ કરવાનું છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)