Shani Gochar 2024: જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. કે વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. વર્ષ 2024 માં શનિ ગ્રહની સ્થિતિ ખૂબ જ ખાસ રહેવાની છે. આવનારા વર્ષમાં શનિની ચાલમાં ત્રણ વખત મહત્વપૂર્ણ ફેરફાર થશે. જેમાં સૌથી પહેલા 11 ફેબ્રુઆરી 2024 ના રોજ શનિ કુંભ રાશિમાં અસ્ત થશે. ત્યાર પછી 18 માર્ચ 2024 ના રોજ શનિ કુંભ રાશિમાં જ ઉદય થશે. ત્યાર પછી 29 જૂન 2024 થી શનિ વક્રી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિદેવ વર્ષ 2024 માં ત્રણ વખત પોતાની ચાલ બદલશે જેના કારણે તમામ રાશિઓ પર શુભ અને અશુભ અસર જોવા મળશે. જોકે આ સમયે ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ ત્રણ રાશિના લોકો માટે વર્ષ 2024 ભાગ્ય ચમકાવનાર સાબિત થશે. આ ત્રણ રાશિના લોકોને નોકરી વેપારમાં મોટી સફળતા મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ વર્ષ 2024 કઈ રાશિઓ માટે લાભકારી છે.


આ પણ વાંચો: હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા મંગળવારે કરો આ સરળ કામ, આ ચમત્કારી ઉપાયથી દૂર થશે કષ્ટ


વૃષભ રાશિ


શનિદેવની ચાલમાં જે ફેરફાર થવાનો છે તેના કારણે વૃષભ રાશિના લોકોને લાભ થશે. આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં મોટી સફળતા મળી શકે છે. નવી નોકરીની ઓફર મળી શકે છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન મળી શકે છે સાથે જ પગારમાં વધારો થઈ શકે છે. આ વર્ષ દરમિયાન તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે અને બેંક બેલેન્સમાં વધારો થશે. વેપારમાં નફો થશે. આ વર્ષ દરમિયાન વિદેશ યાત્રા પણ કરી શકો છો. 


સિંહ રાશિ


સિંહ રાશિના લોકો માટે વર્ષ 2024 શનિ ગોચરની દ્રષ્ટિએ લાભદાયી રહેવાનું છે. નવા કામની શરૂઆત કરી શકશો. નોકરી કરતા લોકોની સમસ્યાઓનો અંત આવશે. નવી નોકરી પણ મળી શકે છે. પાર્ટનરશીપમાં વેપાર કરતાં લોકોનો નફો વધશે. કોર્ટ કચેરીની બાબતોમાં જીત તમારી થશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે.


આ પણ વાંચો: આ મંદિરમાં નાળિયેર મુકવાથી મનોકામના થાય છે પુરી, શિવજીનો અભિષેક કરવા નદી થાય બેકાંઠે


કુંભ રાશિ


શનિ આ રાશિમાં જ વર્ષ 2024 દરમિયાન ગોચર કરશે શનિનું અસ્ત થવું, ઉદય થવું અને વક્રી થવું કુંભ રાશિના લોકો પર સકારાત્મક અસર કરશે. આ વર્ષ દરમિયાન ઊંચા પદ પર બેઠેલા લોકો સાથે સંપર્ક બનશે. જેના કારણે પ્રોફેશનલ લાઇફમાં ફાયદો થશે. માર્ચ મહિના પછી આ રાશિના લોકોને કમાણી વધશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)