Shani Margi 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. આ વર્ષે જાન્યુઆરીમાં શનિએ ગોચર કરીને સ્વરાશિ કુંભમાં પ્રવેશ કર્યો છે. હવે માર્ચ 2025 સુધી શનિ ગ્રહ કુંભ રાશિમાં રહેશે. જોકે આ દરમિયાન શનિ પોતાની ચાલમાં ઘણા ફેરફાર કરશે. હાલ શનિ વક્રી છે અને 4 નવેમ્બર સુધી કુંભ રાશિમાં વક્રી રહેશે. ત્યાર પછી 4 નવેમ્બર 2023 થી શનિ માર્ગી થશે. શનિના માર્ગી થવાથી ત્રણ રાશિના લોકોનું ભાગ્ય બદલી જવાનું છે. આ રાશિના લોકોને ભાગ્ય સાથ આપશે અને અચાનક મોટો ધન લાભ પણ થઈ શકે છે. રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Pitru Paksha 2023: 29 સપ્ટેમ્બરથી શરુ થશે પિતૃ પક્ષ, જાણો કયુ શ્રાદ્ધ કયા દિવસે આવશે


Rajyog: રાજયોગ સાથે જન્મે છે આ 4 રાશિના લોકો, જીવનમાં ભોગવે છે દરેક પ્રકારના સુખ


15 ઓક્ટોબર સુધી આ 5 રાશિઓને હશે જલસા, વક્રી શનિ અપાવશે ધન અને માન-સન્માન


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકોને પણ શનિ માર્ગી થઈને લાભ કરાવશે. આ રાશિના લોકોને અઢળક પૈસા પ્રાપ્ત થશે અને બચત કરવામાં સફળતા મળશે. આર્થિક સમસ્યાઓ દૂર થશે અને નોકરી કરનારાને પદ પ્રતિષ્ઠા મળશે. આ રાશિના લોકોને પ્રગતિની નવી તકો પ્રાપ્ત થશે અને કારકિર્દીમાં પણ સફળતા મળશે.


સિંહ રાશિ


સિંહ રાશિના લોકોને માર્ગી શનિ અઢળક લાભ કરાવશે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે અને દરેક સમસ્યા દૂર થશે. અટકેલું ધન પરત મળશે અને આવકમાં વધારો થશે. આ સમય દરમિયાન પારિવારિક જીવન પણ સુખમય રહેશે અને મહેનતનું ફળ મળશે.


કુંભ રાશિ


કુંભ રાશિના લોકોને માર્ગી શનિ સૌથી વધુ ફાયદો કરાવશે. સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે અને કામ ઝડપથી પૂરા થશે. આ સમય દરમિયાન વેપારીઓને લાભ થશે અને જીવનમાં સુખ સુવિધા વધશે. કાર્યોમાં સફળતા મળવાથી રાહતનો શ્વાસ લઈ શકશો અને ધન લાભ પણ થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)