Shani Dosh Upay: ગ્રહોની સ્થિતિ દરેક વ્યક્તિના જીવન પર અસર કરે છે. જો કુંડળીમાં ગ્રહોની સ્થિતિ શુભ હોય તો વ્યક્તિ જીવનમાં સફળ થાય છે અને અઢળક ધન પણ કમાય છે. પરંતુ જો ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યા પણ ગ્રહ પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય કે ક્રૂર હોય તો તેના અશુભ પ્રભાવથી વ્યક્તિના જીવનમાં અનેક કષ્ટ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સૂતી વખતે માથા પાસે આ વસ્તુ રાખો, બગડતા કામ બનવા લાગશે, રાતોરાત પુરી થશે મનની ઈચ્છા


જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને ખરાબ આદતો લાગી જાય છે. શનિ ગ્રહ નબળો હોય તેવા વ્યક્તિને વારંવાર ગુસ્સો આવે છે. આવા લોકોના પરિવાર સાથે સંબંધ સારા નથી રહેતા. કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને નોકરી અને વેપારમાં સફળ થવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. 


કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોવાના લક્ષણ 


આ પણ વાંચો: 12 વર્ષ પછી મોહિની એકાદશી પર સર્જાશે 6 અત્યંત શુભ યોગ, 5 રાશિઓને અચાનક થશે ધન લાભ


- જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને ક્રોધ વધારે આવે છે અને તે માનસિક રીતે પ્રેશરમાં રહે છે.


- શનિ ગ્રહ કુંડળીમાં નબળો હોય તો વ્યક્તિને પરિવારના લોકો સાથે પણ બનતું નથી અને લડાઈ ઝઘડા થાય છે. 


- જે વ્યક્તિની કુંડળીમાં શનિ નબળો હોય તે વારંવાર બીમાર પડે છે. 


શનિના ખરાબ પ્રભાવથી બચવાના ઉપાય 


આ પણ વાંચો: Kitchen Vastu: રસોડાની આ 3 વસ્તુ વર્ષોની ગરીબી પણ કરે દુર, બસ કરો આ સરળ કામ


જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય અને જીવનમાં આ પ્રકારની સમસ્યાઓ આવતી હોય તો તે વ્યક્તિએ દર શનિવારે શનિદેવને તેલ ચઢાવવું જોઈએ. આ સિવાય શનિવારે જરૂરિયાત મંદ વ્યક્તિને કાળા કપડાનું દાન કરવું જોઈએ. શનિ દોષથી મુક્તિ મેળવવી હોય તો ઘરના આંગણામાં પાનના પત્તામાં લવિંગ રાખીને તેને સળગાવી દો. શનિવારે આ ઉપાય કરવાથી પણ શનિના પ્રકોપથી છુટકારો મળે છે


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)