Shani Jayanti 2023: પંચાંગ અનુસાર સૂર્ય પુત્ર શનિદેવનો જન્મ જેઠ માસની અમાસના દિવસે થયો હતો. તેથી દર વર્ષે જેઠ માસની અમાસ પર શનિ જયંતિ ઉજવવામાં આવે છે. શનિ જયંતિના શ્રદ્ધા સાથે અને વિધિ-વિધાનથી શનિદેવની પૂજા કરવામાં આવે તો જીવનમાં આવેલા સંકટથી મુક્તિ મળે છે અને અપાર લાભ થાય છે. તેમાં પણ આ વર્ષે તો શનિ જયંતિ ખાસ છે કારણ કે આ દિવસે એક વિશેષ સંયોગ સર્જાઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


આ પણ વાંચો:


હનુમાન ચાલીસાના અખંડ પાઠ કરવાથી મનોકામના થાય છે પૂર્ણ, કરતાં પહેલા જાણી લો તેના નિયમ


Gajkesari Yoga : આજથી આ રાશિના લોકોને દરેક કાર્યમાં મળશે સફળતા, ચારેતરફથી થશે ધન લાભ


Bad Luck Signs: આ વસ્તુઓનું ઢોળાવું ગણાય છે અશુભ, આર્થિક સંકટ તરફ કરે છે ઈશારો
 


શનિ જયંતિ 2023 


 


જેઠ માસની અમાસની તિથિ 18 મે 2023ની રાત્રે 09:42 થી શરૂ થશે અને 19મી મે 2024ની રાત્રે 09:22 વાગ્યે સમાપ્ત થશે. આ રીતે ઉદયતિથિ અનુસાર 19 મે 2023ના રોજ શનિ જયંતિ ઉજવવામાં આવશે. શનિ જયંતિના દિવસે પૂજાનો શુભ સમય સવારે 07:11 થી 10:35 સુધીનો રહેશે. ત્યાર પછી બપોરે 12:18 થી 02:00 અને સાંજે 05:25 થી 07:07 સુધી રહેશે.


 


શનિ જયંતિ પર દુર્લભ સંયોગ


 


આ વર્ષે શનિ જયંતિ પર શોભન યોગ બની રહ્યો છે. શોભન યોગ 18મી મેની રાત્રે 07:37 થી 19મી મેની સાંજે 06:16 સુધી રહેશે. શનિ જયંતિના દિવસે શનિ ગ્રહ કુંભ રાશિમાં રહેશે. આવો સંયોગ દાયકાઓ પછી સર્જાઈ રહ્યો છે, જ્યારે શનિ જયંતિના દિવસે શનિ પોતાની રાશિમાં રહેશે. જેના કારણે શશ યોગ બની રહ્યો છે. આ સિવાય શનિ જયંતિના દિવસે ચંદ્ર અને ગુરુ મેષ રાશિમાં રહેશે જેના કારણે ગજકેસરી યોગ પણ બનશે. તેવામાં શનિ જયંતિના દિવસે એકસાથે આટલા શુભ યોગ સર્જાતા હોવાથી શનિ જયંતિ વધારે ખાસ બનશે. 


 


જેઠ માસની અમાસ પર વટસાવિત્રી વ્રત પણ રાખવામાં આવે છે. આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તેનાથી  જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે જ શનિ પૂજા કરવાથી અને શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. 


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)